Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભાણવડના રાણપરનો બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ખંભાળીયા, તા,. ર૯: દરમ્યાન કલ્યાણપુર પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં.ર૮પ/૨૦૧૮ પ્રોહી. કલમ ૬પઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાના કામેના નાસતા ફરતા આરોપી બાધાભાઇ નાથાભાઇ કોડીયાતર ખંભાળીયાથી ભાણવડ જવા ગંગા જમના હોટેલ ભાણવડ રોડ, ખંભાળીયા વાહનની રાહ જોઇ ઉભેલ હોવાની હકીકત આધારે તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી બાધાભાઇ નાથાભાઇઇ કોડીયાતર રબારી (ઉ.વ.ર૬) ધંધો મજુરી કામ, રહે. મુળ રાણપર ગામ, તા. ભાણવડ હાલ. રહે. જંબુસર ગામની સીમ તા. ભાણવડ મળી આવતા તેને આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસ સ્ટટેશન ખાતે સોંપી આપી આમ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.એમ.ઝાલા, એએસઆઇ અરવિંદભાઇ નકુમ, બીપીનભાઇ જોગલ, રામશીભાઇ ભોચીયા, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, કેશુરભાઇ ભાટીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નરશીભાઇ સોનગરા એચસી મસરીભાઇ ભારવાડીયા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, બોધાભાઇ કેશરીયા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, હસમુખભાઇ કટારા, પીસી જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:32 am IST)