Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ઉનામાં બે સ્થળે ૩ શખ્સો દારૂની રપ૧ બોટલો સાથે ઝડપાયા

ઉના તા. ર૯ :.. પોલીસે બે સ્થળે ચેકીંગમાં કુલ રપ૧ વિદેશ દારૂની બોટલ  સાથે ૩ મોટર સાયકલ સાથે ૩ આરોપીને પકડી પાડયા હતા અને ચેકીંગ દરમિયાન ર નાસી છૂટયા છે.

ઉના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની કડક સુચનાથી પોલીસ સ્ટાફ દ્વારા વાંસોજ - દેલવાડા રોડ ઉપર ખંઢેરા ગામના પાટીયા પાસે ઉભા રહી બે મોટર સાયકલ નંબર જીજે-૧૧-કયુઆર પ૭૯૭, જીજે-૧૧-કયુઆર ર૭ર૯ રોકાવી તપાસ કરતાં વિજય કાંતીભાઇ, વિજય રાણા, રે. ઉના વાળા નાસી છૂટયા હતાં મનીષ સોમાત સોલંકી રે. ઉનાવાળાને પકડી થેલામાં રાખેલ પરપ્રાંતની ઇગ્લીશ દારૂની બોટલ નંગ ર૦૪ બે મોટર સાયકલ મળી રૂ. ૬૮,૯૦૦ મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

સામતેર ગામ આગળ રામેશ્વર ગામના પાટીયા પાસે મોટર સાયકલ નંબર જીજે-૩ર એન. ૩૭૪પ ઉપર ડબલ સવારીમાં જતા હસમુખ જોરૂ ગોહીલ, રણજીત વલકુ રે. બાંદરખવાળાનાં કબજામાંથી ઇગ્લીશ દારૂની બોટલ ૪૭ ત્થા મોટર સાયકલ મળી રૂ. ૩ર૩પ૦૯ મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી.

(11:38 am IST)