Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પોરબંદરમાં લગ્ન કરાવવા માટે દોઢ લાખ ઉઘરાવીને છેતરપીંડી કરી નાસી જનાર આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૯: લગ્ન કરાવવા માટે દોઢ લાખ ઉઘરાવીને ત્યારબાદ છેતરપીંડી કરીને નાસી જનાર આરોપી અશરફ ઉર્ફે અલ્તમ રસુલભાઇ મકવાણા રે. ડારી (વેરાવળ) વાળાને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટએ. એ.આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ફરીયાદી નીલેષ ગોપાલદાસ રયારેલા જાતે લોહાણા ઉ.વ.૪૨ ધંધો ફ્રુટનો રહે.નવાપરા પોરબંદરવાળાએ ફરીયાદ જાહેર કરેલ કે આ કામના આરોપીઓએ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૦ના રોજ ફરી સાથે લગ્ન પેટે રૂ.૧૫૦૦૦૦/- છોકરી પક્ષનાઓએ લઇ તથા રૂ.૮૦૦૦/- આરોપી અશરફ ઉફે અસ્લમ એ લગ્ન પેટે લઇ ત્યારબાદ લગ્ન થઇ ગયેલ હોવા છતા આરોપી તનુ દિનેશભાઇ પટેલ નાઓએ અન્ય વ્યકિત સાથે લગ્ન કરાવવાનુ નકકી કરી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ફરીયાદી સાથે છેતરપીડી અને વિશ્વાસધાત કરી ગુન્હો કરેલ હોય જેમા મજકુર અશરફ ઉફે અસ્લમ રસુલભાઇ મકવાણા ગુન્હો રજી. થયા બાદ થી આજ દિન સુધી ફરાર હોય તેને પકડી પાડવામા કમલાબાગ પોલીસને સફળતા મળેલ છે.  આરોપીને પકડી પાડવામાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરશ્રી એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વીરમભાઇ , પો.હેડ.કોન્સ, જીણાભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ ,કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(1:04 pm IST)