Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં કિટો આવતી બંધ થતા ટેસ્ટ કરાવનારાઓ પરેશાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ત્યારે હાલમાં બે હજાર કરતા પણ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂકયા છે તેને ખાસ કરીને કોરોનાના પગલે છેલ્લા એક સપ્તાહમાં મૃતક આંક પણ ઉંચો પહોંચવા પામ્યો છે. ત્યારે સ્મશાનમાં રોજના સરેરાશ ૧૦ કોરોના પોઝિટિવ કેસોના મૃતકો નું અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકારી ચોપડે ફકત મૃતકની સંખ્યા ૭૮ જેટલી દર્શાવવામાં આવી છે. દિનપ્રતિદિન કોરોનાવાયરસ નો ભરડો જિલ્લામાં વધતો જઈ રહ્યો છે તેના પગલે જિલ્લા પ્રશાસન વિભાગ પણ ચિંતામાં મુકાયું છે ત્યારે બીજી તરફ જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી દિન પ્રતિદિન કથળતી જઈ રહી હોય તેવું હાલમાં સ્પષ્ટ વરતાય રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જો કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલ અથવા ગ્રામીણ ક્ષેત્રે બનાવવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કે જયાં કોવિડ-૧૯ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે.

અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં પણ જિલ્લામાં વધતા જતા કોરોના કેસના પગલે કોરોના વોર્ડ બનાવી ઉભો કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાના ઈલાજ માટે સુરેન્દ્રનગર જીલ્લામાં બે મોટી હોસ્પિટલો સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.

કોરોના ના તમામ બનાવેલ હોસ્પિટલો અને તેમના તમામ વોર્ડ કોરોનાના દર્દીઓ થી ભરાઈ ચૂકયા છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં થી સુરેન્દ્રનગર જિલ્લાની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સરેરાશ રોજના ૧૦ દર્દીઓને ખસેડવામાં આવતા હોવાની રાવ જિલ્લાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

જિલ્લાના શહેર કોંગ્રેસ પ્રમુખે આ બાબતની ઓડિયો કિલપ પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી છે. જેમાં જિલ્લાના શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે જિલ્લાની ગાંધી હોસ્પિટલ માંથી મેડિકલ કોલેજમાં કોરોનાના દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે સામે પ્રત્યુત્ત્।ર આપતા ગાંધી હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરના આદેશથી જિલ્લાની ગાંધી હોસ્પિટલ માંથી મેડિકલ કોલેજમાં કોરોના ના દર્દીઓને સારવાર અર્થે રોજના ૧૦ દર્દીઓને કોરોના ની સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સામે પ્રત્યુત્ત્।ર આપતા કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ગાંધી હોસ્પિટલના મુખ્ય ડોકટરને જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં પૂરતો ઓકિસજન ન હોવાના કારણે હાલમાં જ ત્યાં દાખલ એક કોરોનાના દર્દી ના સગા વાલા નો ફોન આવ્યો છે કે મેડિકલ કોલેજમાં કોરોના વોર્ડમાં પૂરતો નર્સિંગ સ્ટાફ નથી અને છેલ્લા એક કલાકથી કોરોના ના દર્દી ને ઓકિસજન વગર રાખવામાં આવી રહ્યા હોવાનો જીલ્લા શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જયારે ગાંધી હોસ્પિટલના મુખ્ય ડોકટરે સામે પ્રત્યુત્ત્।ર આપતાં જણાવ્યું હતું કે તે મેડિકલ કોલેજ નો પ્રશ્ન છે તમે ત્યાંના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે વાત કરી આ બાબતનું પ્રશ્નનું નિરાકરણ લાવી શકશો અને વધુમાં ગાંધી હોસ્પિટલના મુખ્ય ડોકટરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવતા હાલમાં ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દરદીઓને જયારે વધુ ઓકસીજનની જરૂર પડે અથવા આઇસીયુની જરૂર પડે તો તેમને તાત્કાલિક મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી રહ્યા છે.

કોરોનાનો તાત્કાલિક રિપોર્ટ કરવા સરકાર દ્વારા આરોગ્ય વિભાગને રેપિડ કીટ પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહી હતી ત્યારે છેલ્લા બે દિવસથી સરકારમાંથી આવતી આ રેપિડ ટેસ્ટ ની કીટો જિલ્લા ના આરોગ્ય વિભાગમાં ન આવતા ટેસ્ટ કરાવવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો હાલમાં વેઠવો પડી રહ્યો છે.

ત્યારે છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લા કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટર સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત માં આવેલ હેલ્થ સેન્ટર અને સરકારી દવાખાનાઓમાં પણ છેલ્લા બે દિવસથી રેપિડ ટેસ્ટ ની કીટ ના આવતા ટેસ્ટિંગ કરવા આવતા દર્દીઓને ધર્મનો ધક્કો છેલ્લા બે દિવસથી ખાઈ રહ્યા છે.

ત્યારે આગામી સમયમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરકારમાં આ બાબતે રજૂઆત કરી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કીટો મંગાવી અને જિલ્લામાં રેપિડ ટેસ્ટ વધારી જે કોરોના સંક્રમિત દેખાય તેમને તાત્કાલિક પણ એ દવાખાને ખસેડી સારવાર શરૂ કરાવવામાં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તેવી આશા સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલ રાખી રહ્યા છે.

(1:05 pm IST)