Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મોરબી ફર્ન હોટલ નજીક પાર્કિંગમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે જુગારીઓને ઝડપી 12,700નો રોકડ મુદામાલ જપ્ત કર્યો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ફર્ન હોટલ બાજુમાં પાર્કિંગમાંથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ માળિયા હાઈવે પર આવેલ ફર્ન હોટલ નજીક પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમતા જેલાજી બીજલજી ઠાકોર, જામાજી મણાજી ઠાકોર, દિનેશ વિશ રાવલ અને અંદરસિંગ ચનુભા ઝાલાને મોરબી બી ડીવીઝન પોલીસે રોકડા રૂા.૧૨,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:39 am IST)