Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિધાનસભા અધ્યક્ષ પદે ડો. નિમાબેન આચાર્યની વરણીને આવકરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા.

મોરબી : ગુજરાત વિધાનસભા ગ્રહનાં પ્રથમ મહિલા અધ્યક્ષ પદે ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની વરણીને આવકરતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ડો. નિમાબેનની વિધાનસભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીના ફળ સ્વરૂપે તેમને અધ્યક્ષ પદ મળ્યું છે તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવતાં કચ્છના રાજકીય ઈતિહાસમાં એક વધુ યશકલગીનું પીછું ઉમેરાયું છે, ગુજરાતનાં બંધારણીય સૌથી ઉચા પદ પર ડો. નિમાબેન આચાર્યની વરણીને કચ્છની જનતા જનાર્દને આવકારી ગૌરવ ની લાગણી અનુભવી છે તેમ સાંસદ એ જણાવી અભિનંદન પાઠવ્યા હતા. જે કાર્યાલય ઈન્ચાર્જ જગદિશગિરિ ગોસ્વામીની યાદીમાં જણાવ્યું છે

(11:43 am IST)