Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

હિંમતનગર-માંગરોળ એસ.ટી.બસ, નાળિયેર ભરેલ ટ્રક સાથે અથડાઇ પડતા ૧૬ મુસાફરોને થયેલ ઇજા

રૂદલપુર ગામે પાસે વળાંકમાં રાત્રિના ૮ વાગ્યે સર્જાયો-અકસ્માત : બન્ને વાહનોને ભારે નુકશાન : આઠ ઘાયલોને જૂનાગઢ ખસેડાયા : જોગાનુંજોગ બસ બેક કલાક મોડી હોવાની પણ ચર્ચા

(દિનુભાઇ દેવાણી-વિનુભાઇ જોષી-દ્વારા) કેશોદ-જૂનાગઢ,તા. ૨૯: માંગરોળ પાસે ગઇ એસટી બસ અને ટ્રક સામસામા અથડાતા ૧૨ મુસાફરોને નાની -મોટી ઇજા થઇ હતી.

રાત્રીના સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને નુકશાન થયું હતું. ઇજાગ્રસ્તોને માંગરોળ અને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

આ અકસ્માતની વિગતો એવી છે કે હિંમતનગર -માંગરોળ રૂટની એસટી બસ ગત રાત્રે ૮:૩૦ની આસપાસ માંગરોળ તરફ જઇ રહી હતી. ત્યારે માંગરોળ નજીકનાં રૂદલપુર ગામ પાસે વળાંકમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક એસ.ટી.બસ સાથે જોરદાર રીતે અથડાયો હતો.

આ અકસ્માતથી બસમાં મુસાફરી કરી રહેલા ૧૦ થી ૧૨ પેસેન્જરો ઇજા પહોંચી હતી.

અકસ્માતને જાણ થતા ૧૦૮ સેવાનો કાફલો તુરંત દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તો માંગરોળ સ્થિત સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.

ઇજાગ્રસ્તો પૈકી (૧) સલીમ મહામ શેખ (ઉવ.૫૦)  રે માંગરોળ, (૨) વીણાબેન કૌશિકભાઇ (ઉવ.૫૦) (૩) પ્રદીપસિંહ રાસુભા (ઉવ.૪૫) રે.ગારીયાધાર (૪) અજયભાઇ કચરાભાઇ (ઉવ.૩૫) રે હિંમતનગર અને (૫) સૈયુલ અજીઝભાઇ (ઉવ.૫૫) રે માંગરોળને વિશેષ સારવાર માટે જૂનાગઢ -સિવીલમાં રીફર કરવામાં આવ્યા હતા.

અકસ્માતથી બંને વાહનોને નુકશાન થયું હતું.દરમિયાન બહાર આવ્યા મુજબ આ બસ રાજકોટ એસ.ટી.બસ સ્ટેશનમાં બપોરે ૨/૧૫ વાગ્યે આવે છે. નિત્યક્રય મુજબ ગઇ કાલે મોડી ૪:૧૫ વાગ્યે આવી હોવાનું કહેવાય છે અને બસ મુસાફરોથી ભરેલ હતી અને માંગરોળ ૧૦ મિનિટમાં આવે એ પહેલા જ તેને અકસ્માત નડી ગયો હતો.

કેશોદના અહેવાલ મુજબ રાત્રિના ૮ વાગ્યા આસપાસ માંગરોળ કેશોદ રોડપર રુદલપુર પાસે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમાંથી આઠથી વધુ ઈજાગ્રસ્ત લોકોને જુનાગઢ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરેલ હતા.અકસ્માતના સમાચાર મળતા આજુબાજુમાંથી લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડેલ હતા.

માંગરોળ એસ.ટી. બસ તેમજ ટ્રક વચ્ચે ના એકસીડન્ટ મા ઈજા પામનાર ૧) હરદીપભાઈ અધ્યારુ ઊ.વ. ૫૩, ૨) હાજરાબેન યુનુસ ઊ.વ. ૩૬, ૩) તાહીર હાસમ ઊ.વ. ૨૬, ૪)યુનુસ ગુલામ ઊ.વ. ૩૫, ૫) શાહ નવાઝ અબ્બાસ ઊ.વ. ૨૩, ૬) શાહીસ્તા હાસમ ઊ.વ ૩૦, ૭) સબીના શાહ નવાજ ઊ.વ. ૨૨, ૮) અફસા શાહ નવાજ ઊ.વ. ૨ સાધારણ ઇજામાં માંગરોળ હોસ્પીટલએ સારવારમાં આપેલ હતી.

જયારે અન્ય ૮ લોકોને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ જેમાં ૧) પ્રદીપસિંહ ઊ.વ. ૪૫, ૨) અજય કચરા ઊ.વ. ૫૧, ૩) યુસુફ મુજમા ઊ.વ ૪૦, ૪) વિણાબેન કૌશીક ઊ.વ ૫૦, ૫) સમ્મા મેહમુદ ઊ.વ. ૫૦, ૬) હનીફ મુસા ઊ.વ. ૪૨, ૭) અનસ મુસા ઊ.વ, ૮) અયુબ અઝીઝ (રે.માંગરોળ) (ઉવ.૫૭)નો સમાવેશ થાય છે.

આ એકસીડન્ટ માંગરોળ કેશોદ રોડ પર રુદલપુરથી આગળ કેશોદ થી આવતી હિંમતનગર થી આવતી તેમજ માંગરોળ થી આવતો નાળિયેર ભરેલ ટ્રક સામસામે અથડાતા અનેક લોકો ઘાયલ થયા હતા આ અકસ્માત થતા આસપાસ ના વિસ્તાર ના લોકો તેમજ રાહદારીઓ ઊમટી પડયા હતા . ઈજા પામનાર વ્યકિતને અલગ અલગ ૧૦૮ મા માંગરોળ સરકારી હોસ્પીટલે ખસેડી ત્યા પ્રાથમીક સારવાર આપી આઠેક લોકોને જુનાગઢ રીફર કરવામા આવેલ તેમજ આ અકસ્માત ની વાયુવેગૈ વાત પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પીટલે દોડી આવ્યા હતા તેમજ ઘટના સ્થળે ક્રેન મશીન દ્વારા રસ્તો ખુલ્લો કરવામા આવેલ તેમજ માંગરોળ D.Y.S.P તેમજ માંગરોળ P.S.I  સહીતનો કાફલો તેમજ કેશોદ ડેપ્યુટી કલેકટર સહીતનો સ્ટાફ સહીતના અનેક આગેવાનો દોડી આવ્યા હતા

માંગરોળમાં એસટી બીજી ઘટના પણ ઘટી છે.

રાજકોટથી માંગરોળ આવતી બસમાં વલ્લભગઢના પાટીયા પાસે બસના પાછળના ટાયરમાં અચાનક આગ લાગવાના પણ સમાચાર સામે આવ્યા છે. ડ્રાઇવરની સુઝબુઝને લીધે કોઇને નુકશાન થયું નથી.

(11:46 am IST)