Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સાવરકુંડલાના ધાર ગામના ધો-૧૨ના છાત્ર દિક્ષીત મુંગપરાનું બાઇક અકસ્માતમાં મોત

૧૬મીએ મિત્ર સાથે ગણપતિ ઉત્સવની પ્રસાદી લેવા જતો'તો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવાર કારગત ન નિવડી

રાજકોટ તા. ૨૯: સાવરકુંડલાના ધાર ગામે રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં દિક્ષીત ઘનશ્યામભાઇ મુંજપરા (પટેલ) (ઉ.વ.૨૦) નામના યુવાનનું બાઇક અકસ્માતમાં ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાન બે બહેનનો એકનો એક નાનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.

જાણવા મળ્યા મુજબ દિક્ષીત તા. ૧૬ના રોજ ગણપતિ ઉત્સવ નિમીતે પ્રસાદી લેવા બાઇક પર બેસી પોતાના ગામ ધારથી નજીકના વંડા ગામે જઇ રહ્યો હતો. બાઇકમાં તેની સાથે બીજો યુવાન પણ હતો. રસ્તામાં વંડા ગામ પાસે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં દિક્ષીતને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી સાવરકુંડલા પોલીસને જાણ કરી છે.

(11:47 am IST)