Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

થાનમાં કોર્ટ મેરેજના મનદુઃખમાં જીજ્ઞેશ મકવાણા પર હુમલો

યુવતિના ભાઇઓ-પિતાએ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: થાનમાં નવાવાસ આંબેડકરનગર-૨ રેલ્વે ક્રોસીંગ પાસે રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં જીજ્ઞેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૫) પર રાત્રે સાડા નવેક વાગ્યે તે ઘરે હતો ત્યારે રાહુલ, તેનો ભાઇ દિપક અને પિતા બેચરભાઇએ આવી લાકડી છરીથી હુમલો કરી માર મારતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જીજ્ઞેશના સગાના કહેવા મુજબ જીજ્ઞેશે  રાહુલની બહેન સાથે દોઢ મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા છે. થોડા દિવસ પહેલા છોકરીને તેના માવતરવાળા લઇ ગયા હતાં. ગઇકાલે તેણીના ભાઇઓ અને પિતાએ આવી કોર્ટ મેરેજનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)