Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમના ૨૯ દરવાજા ૬.૭ ફુટ ખોલાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૯: જેતપુરમાં આખી રાત વીજળીના કડાકા ભડાકાને પવન સાથે વરસાદ વરસી સવારે ૫:૨૦ વિરામ લીધો હતો. ભાદર ડેમનું આજે રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું રાત્રીના એકા એક શરૂ થયેલ વરસાદથી ભાદર ડેમના ૫ દરવાજા ખોલવાનું શરૂ થયેલ જે આગળ વધતા વહેલી સવારે ૫:૩૦ કલાકે ડેમ ના તમામ ૨૯ દરવાજા ૬.૭ ખોલવામાં આવ્યા છે. તેવું ઇજનેર હિરેનભાઈ જોશી એ જણાવ્યું છે. ઉપરાંત ૫૪,૭૦૦ કયુસેક પાણીની આવક હોય ડેમ ના તમામ દરવાજા ખોલતા શહેરની ભાદર નદીમાં ઘોડા પુર આવ્યું છે. જો કે તેમાં હજી વધારો થશે. જેથી ગોંડલ, જેતપુર, જામ કંડોરણા, ધોરાજીના નીચાણ વાળા કુલ ૨૨ ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.

(11:49 am IST)