Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકિસલેન્સમાં કચ્છને ફાળે ૭ એવોર્ડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કેટેગરીમાં એવોર્ડ મેળવનારાઓનું કર્યું સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-૨૦૨૧ અંતર્ગત ટુરિઝમ-હોસ્પિટાલિટી સેકટરના વિવિધ એવોર્ડ પ્રદાન કર્યા હતા. જેમાંથી કચ્છના ૭ એવાર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કચ્છના એવાર્ડ વિજેતાઓમાં લીડિંગ ટુરિઝમ ઇનિસિએટિવ બાય અ ડિસ્ટ્રિકટ એવાર્ડ માટે –કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ને મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગમાં ઉદ્યોગના કોઈપણ સેગમેન્ટ અને પાસાઓને આવરી લેતા કોઈપણ વિશેષ યોગદાન પ્રવાસન ક્ષેત્ર અને સમાજ પર અસરની કેટેગીરી આધારિત તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયારે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગમાં કોઈ ખાસ યોગદાન કોઈ વ્યકિત દ્વારા અથવા કોઈ સંસ્થાની કેટેગીરીમાં સ્પેશિયલ જયુરી એવાર્ડ (સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી) શ્રી ઓસમાણભાઇ નોતિયારને સન્માનિત કરવામાં આવ્યા હતા.એક વ્યકિત જે ગુજરાતમાં પ્રવાસન સ્થળો અને રસપ્રદ સ્થળો વિશે લોકોને માહિતી પૂરી પાડવા માટે પ્રશિક્ષિત છે. તકનીકી/ શૈક્ષણિક લાયકાતોની વિગતો પ્રવાસન મંત્રાલય અથવા રાજય પ્રવાસન વિભાગ અથવા કોઈપણ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર, બોલાતી વિવિધ ભાષાઓ,કોઈપણ પુસ્તક/લેખો લેખિત આવરી લેવામાં આવેલા સ્થળો/ સ્મારકોની કુલ સંખ્યા, અર્થઘટનની અનન્ય પદ્ઘતિ અથવા કેટલાક અન્ય નવીન વિચારો, છેલ્લા ૨ વર્ષમાં પ્રાપ્ત થયેલ કોઈપણ એવોર્ડ અથવા માન્યતા આધારિત એવાર્ડ માટે બેસ્ટ ટુર ગાઈડ શંકરભાઇ એમ. ધેડા – માંડવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

એક વ્યકિતગત વ્યકિત/કારીગર અથવા જૂથ/એજન્સી ગુજરાતમાં હસ્તકલા બનાવવા સાથે સંકળાયેલી છે, વર્ષોનો અનુભવ,વ્યકિતગત/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવતા હસ્તકલા, કલા અથવા હસ્તકલાનું વર્ણન અને વિગતો. કોઈપણ નવીનતા/બ્રાન્ડ બનાવટ છેલ્લા ૨ વર્ષમાં પ્રાપ્ત થયેલ કોઈપણ એવોર્ડ અથવા માન્યતા સમાજમાં કોઈપણ યોગદાન એટલે કે હસ્તકલા નિર્માણ, કલા અને હસ્તકલા, વગેરે પર આપવામાં આવેલા કેટલાક શિક્ષણ અથવપ્રવચનોની કેટેગીરી આધારિત બેસ્ટ હેંડીક્રાફટ ક્રાફટપર્સન - કાંતિલાલ સામત વણકર - કચ્છી શાલ હાથવણાટ – સરલી ;બેસ્ટ હેંડીક્રાફટ ક્રાફટપર્સન ; પાબીબેન રબારી – હરિજરી આર્ટ(એમબ્રોડરી) - ભાદરોઈ ( અંજાર );બેસ્ટ હેંડીક્રાફટ ક્રાફટપર્સન - ખત્રી અબ્દુલગફુર દાઉદ - રોગાન આર્ટ – નિરોણા ;બેસ્ટ હેંડીક્રાફટ ક્રાફટપર્સન - અબ્દુલજાફર એસ. ખત્રી – અજરખ વર્ક – ધમડકા ;બેસ્ટ હેંડીક્રાફટ ક્રાફટપર્સન - તેજસીભાઈ ધનાભાઈ હરીજન- ખરાડ વીવિંગ કાર્પેટ – કુકમાને તેમજ બેસ્ટ ફોટોગ્રાફર ટુરિઝમ ડેસ્ટિનશન (રનર્સ અપ) - પાર્થ કંસારા – વાઇલ્ડ એન્ડ નેચર – ભુજને છેલ્લા નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧) માં દર્શાવવામાં આવેલા જર્નલ, મેગેઝિન, વેબ પોર્ટલની સંખ્યા સોશિયલ મીડિયાની હાજરી ફોલ્લોવર્સની કુલ સંખ્યા અને કુલ ચિત્ર ડાઉનલોડ કોઈપણ વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા પ્રમાણપત્ર મેળવ્યું મૂલ્યાંકન માટે ઉચ્ચ રિઝોલ્યુશનમાં ફોટોગ્રાફસ (૧૦નંબરો) ગયા નાણાકીય વર્ષમાં (૨૦૨૦-૨૧) લેવામાં આવ્યા ફોટોગ્રાફસની પ્રેરક અસર છેલ્લા ૨ વર્ષમાં મળેલ પુરસ્કાર અથવા માન્યતાના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૫/૦૯/૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકિસલેન્સ એવોર્ડ – ૨૦૨૧માં કુલ ૨૬ કેટેગરીઓ માટે ૫૦૦થી વધારે એન્ટ્રીઓ મળેલ જેમાં કચ્છ્ના ઉપરોકત વિજેતાઓ જે પ્રવાસન ક્ષેત્રમાં કચ્છને આગળની હરોળમાં લાવી ખૂબ જ ભગીરથ પ્રયત્નો કરેલ છે તેમની સરળતાઓ અને માહિતી માટે પ્રવાસી માહિતી કેન્દ્ર, ભુજ સદૈવ તત્પર રહ્યુ છે આ તમામ વિજેતાઓ અને નોમિની થયેલા કચ્છના તમામ ઉમેદવારોને ટીમ પ્રવાસી માહિતી કેન્દ્ર, ભુજ તરફથી ઉતરોતર પ્રગતિ કરતાં રહે એવી શુભેચ્છાઓ સાથે હાર્દિક અભિનંદન આપવામાં આવ્યા હતા.

(11:57 am IST)