Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તળાજા નજીક શ્રમિક પરિવારને અકસ્માત કરી નાસી જનાર કન્ટેનર માલીકને ૨૧ લાખનું વળતર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ :  માર્ગ અકસ્માતમા શ્રમિકનું મોત નિપજવા બદલ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ શ્રમિક પરિવાર માં ખુશીનો માહોલ સર્જીદીધો છે. જોકે એ પરિવારને ઘરનો આધાર ગુમાવ્યાં નો રંજ છેજ.પરંતુ જે પરિવારે કયારેય એકી સાથે પચીસ પચાસ હજાર એકીસાથે જોયા નહોતા તે પરિવારને કોર્ટના આદેશના પગલે રૂ.૨૧,૭૧,૩૬૯/- આદેશ કરતા જીવન નિર્વાહ કરવા માટે મોટો આધાર મળી ગયોહોવાની ખુશી પણ હતી.

ભાવનગર જિલ્લાના તળાજા નજીક મુરલીધર જીનિંગમા મજુરી કામે મહારાષ્ટ્ર ના કોઈલી ગામે થી અમોલ મુરલીધર જાધવ આવેલ હતો.તે ગત.તા ૧૧/૬/૧૮ ના રોજ બાઈક લઈ તળાજા ની મહુવા ચોકડી થી સવારે ૭ વાગ્યે મહુવા રોડ પર આવેલ જીનીંગ પર જતો હતો.એ સમયે પાછળથી આવતા કન્ટેનરના ચાલકે અકસ્માત સર્જેલ.જેને લઈ શ્રમિકનું મોત નિપજેલ. આ ઘટનાની તુરંત જાણ જીનિંગ માલિક મુકેશભાઈ હડિયાને થતા તેઓએ અકસ્માત સર્જી વાહન હંકારીભાગી જનાર ટ્રક ચાલકનો પીછો કરી બોરડા નજીક પકડી પાડેલ.

અકસ્માત અંગે ફૌજદારી અને ગરીબ પરિવાર ને વળતર મળે તે માટે મુકેશભાઈ હડિયા અને સાથી સભ્યો એ કાયદેસરની કાર્યવાહી કરીહતી.બંને પક્ષે કાનૂની લડત ના અંતે કોર્ટ એ મૃતક ના પરિવાર ને રૂપિયા ૨૧૭૧૩૬૯/- ચૂકવવા નો આદેશ કરેલ. કોર્ટ એ એવું પણ ધ્યાન આપ્યું કે મૃતક ના પત્ની,બે સંતાનો અને માતાપિતા ને વળતર મળવું જોઈએ.જેમાં બાળકો સગીર હોય તેઓની એફ.ડી કઢાવવા માં આવી હતી.અમુક રકમ રોકડ માં ચૂકવવામા આવી હતી.

(11:58 am IST)