Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કાતિલ વીજળી અને ભયંકર ગર્જના સાથે મોટી પાનેલીમાં અઢી ઇંચ

વીજળી પડતા લાઇટ ગઇ, પરંતુ પીજીવીસીએલની ત્વરિત કામગીરી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૨૯:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રાત્રી દરમિયાન મેદ્યરાજાએ રૌદ્ર ઉપ ધારણ કરતા સાડાબાર વાગ્યે જોરદાર કડાકા ભડાકા અને ભયંકર વીજળી સાથે વરસાદ ખાબકયો હતો જે રાત્રીના ત્રણ વાગ્યાં સુધી અવિરત વરસ્યો હતો ભયાનક મેંદ્ય ગર્જના થી વાતાવરણ એકદમ ડરામણું બન્યું હતું કાતિલ વીજળીના ચમકારા રુવાડા ઉભા કરી દેતા અવાજથી સારા સારાના હાડ બેસી જાય તેવું ભયજનક વાતાવરણ વચ્ચે અઢી ઇંચ વરસાદ વરસી જતા પાનેલીનું ફુલઝર તળાવ પાછું ઓવરફ્લો થઇ જવા તરફ છે નદીમાં પણ પાણી આવ્યું હતું સિમ વિસ્તારમાં બે જગ્યાએ વીજળીના જોરદાર કડાકા ના સમાચાર પણ છે.

(11:59 am IST)