Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોકેટ કોપની મદદથી સુરેન્દ્રનગર પોલીસે ચોરાઉ સ્પલેન્ડર સાથે ૩ ને પકડી પાડ્યા

વઢવાણ,તા. ૨૯: જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીજન સુરેન્દ્રનગરના એચ.પી.દોશી દ્વારા જીલ્લામાં બનતા વાહનચોરી સબંધીત ગુનાઓ અટકાવવા સુચના આપેલ જે અનવ્યે પો.ઇન્સ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અત્રે જીલ્લામાં બનતા વાહન ચોરી તથા મિલકત સંબંધી વણ શોધાયેલ ગુન્હાઓ સર્વેલન્સની ટીમના એ.એસ.આઇ.એસ.વી.દાફડા તેમજ પો.કોન્સ. દિનેશભાઇ સાવધરીયા તથા પો.કોન્સ પ્રવિણભાઇ કોલા,તથા પો.કોન્સ ભાવેશભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ મેહુલભાઇ મકવાણા, તથા પો.કોન્સ બળદેવભાઇ ઝાલા પ્રયત્ન શીલ હતા.

તે દરમ્યાન ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં એક કાળા કલરના આગળ પાછળ GJ-1B-C-8 નંબર અને પોલીસ લખેલુ કાળા કલરનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ સાથે નિકળતા સદરહુ મો.સા,મા લગાડેલ નંબર GJ-18-C-B–Ëના અને શંકાસ્પદ હોવાનુ જણાતા ઇ ગુજકોપના મોશન પ્રો (પોકેટ કોપ) ના માધ્યમથી GJ-18-C-8 નંબર બાબતે તપાસ કરતા સદરહુ મો.સા.નો મા લખેલ નંબર શંકાસ્પદ અને ખોટો લખેલાનું જણાવતા જેનો એન્જીન નં.MBLHA10AMEHMB2016 તથા ચેચીસ નંબર.HA10UEHM27216 પરથી ઇ ગુજકોપના મોશન -પ્રો (પોકેટ કોપ) ના માધ્યમથી તપાસ કરતા ખરે ખર સાચો નંબર GJ-13-QQ-8336 વાળો હોવાનુ ફર્લીત થતા જેથી કરતા (૧) શારૂખભાઇ ઉર્ફે સમીર અબ્બેસભાઇ અલીભાઇ મુલ્તાની પિંજારા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે-સુ.નગર ભારતપરા શેરી નં-૧ પારેખ સ્કુલની ગલીમા ના-વઢવાણ આ મો.સા બેમાસ પહેલા વઢવાણ જી.આઇ.ડી.સી બાયોડીલ કંપની પાસેથી રોડ ઉપરથી પાર્ક કરેલ હતું તે ચોરી કરેલાનું જણાવતો હોય તેમજ પાછળ બેસેલ ઇસમ (ર) પરેશભાઇ રશીકભાઇ ભોપાભાઇ કમેજળીયા ત.કોળી ઉ.વ.૨૩ ધંધો-ડ્રાઇવિંગ રહે-ગામ બાળા પ્લોટ વિસ્તાર નવી નિશાળ પાસે તા વઢવાણ વાળાએ સદરહુ મો.સા.મા ઉપરોકત ચાલક પાસેથી આ મો.સા. બે માસ પહેલા ૩.૧૦૦૦૦/-નુ ખરીદી પોતાના કબ્જામાં રાખી GJ-13-QQ-8336 વાળા અસલ નંબર કાઢી GJ-18-CL-3 ની નંબર પ્લેટ લગાડી અને રૂ.૧૦૦૦૦/- મા મજકુર (૩) ચંદ્રેશભાઇ વિનુભાઇ ભુરાભાઇ ઓળકીયા ત.કોળી ઉ.વ.ર૬ ધંધો-ડ્રાઇવિંગ રહે-જોરાવરનગર ડી.એન ટી હાઇસ્કુલ પાસે સીલીકેટના કારખાના ની બાજુમા કોમલ પ્રોવિઝન સ્ટોરની બાજુમા વાળાને વેચેલાનુ જણાવતો હોય જેથી ત્રણેય મજકુર ઇસમોને અટક કરી સદરહુ મો.સા.ની કિ રૂ ૨૦,૦૦૦/-ગણી ધોરણસર કાર્યવાહી કરેલ છે આ તપાસ દરમ્યાન સુનગર.સીટી.બી ડીવીજન પો.સ્ટેના ગુ.ર.નં ૧૨૧૧૫૬૨૧૦૫૨૮ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢવામા આવેલ છે.

(11:59 am IST)