Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

હળવદ પંથકમાં ભાઇની હત્યા કરનાર સગા ભાઇનો લોકઅપમાં આપઘાત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : હળવદ તાલુકાના ચિત્રોડી ગામના અને હાલ દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા ત્રણ સગાભાઇઓ વચ્ચે ખેતીમાં પાણી લેવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી. જે બાદ બે સગા ભાઇએ જ તેના ભાઈની હત્યા કર્યાનો બનાવ હળવદ પોલીસ મથકે નોંધાયો હતો. આ ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે એક આરોપી ભાઈને ઝડપી લીધો છે. જયારે હજુ એક આરોપી ફરાર છે.

હળવદ તાલુકાના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા ઉંમર વર્ષ ૩૫ની પાંચ દિવસ પહેલા તેમના જ બે સગા ભાઈઓએ હત્યા કરી હતી. જેથી આ બનાવમાં મૃતકના પત્નીએ હળવદ પોલીસ મથકે તેમના દિયર અને જેઠ વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અન્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરીઆ હત્યાના બનાવમાં આરોપીઓને ઝડપી લેવા હળવદ પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુનાભાઈ સારલાને ઝડપી લેવાયો.

આ ગુનાના આરોપી હળવદની જેલ ખાતે ચાદરનો દુપટ્ટો બાંધી અને જેલની અંદર ગળેફાંસો ખાઈ અને રાત્રીના સમયે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાતા પરિવારને જાણકારી આપવામાં આવી છે ત્યારે હળવદ પોલીસ મથકના પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ કે પાંચ દિવસ અગાઉ ખેતર વાળીમાં પાણી વાળવા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે તકરાર થઇ હતી. જેમાં ભાઇના હાથે ભાઈની હત્યા કરવામાં આવી હતી જેની તપાસ હજુ ચાલુ હતી તેવા સમયે જ આ ઝડપાયેલા આરોપી મુન્નાભાઈ કુકાભાઈ નામના વ્યકિત એ જેલમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે અને હાલમાં પરિવાર દ્વારા પોલીસ તંત્ર પર ફીટકારની લાગણી વરસી રહી છે ત્યારે હત્યાના આરોપીએ હળવદ જેલ ખાતે જ આત્મહત્યા કરી લેવાતા હાલમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ઘટના સ્થળ ઉપર મોરબીના ડીવાયએસપી સહિતનો કાફલો તપાસ માટે દોડી ગયો હોવાનું હાલમાં પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:02 pm IST)