Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામજોધપુરમાં ગઇ કાલે ધોધમાર વરસાદ પડ્યો

(દર્શન મકવાણા) જામજોધપુર,તા. ૨૯: જામજોધપુર માં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો .અને ધોધમાર વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાત્રીના ૨ થી ૪ ના સમયગાળા દરમિયાન ૨૫ મિમી , અને ૪ થી ૬ના સમયગાળામાં ૭ મિમી વરસાદ પડ્યો છે મળતી માહિતી મુજબ ટોટલ ૪ કલાકમાં ૩૨ મિમી જેટલો વરસાદ નોંધાયો છે.વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને સીદસર ખાતે આવેલ ઉમિયાસાગર ડેમમાં પાણીની ભારે આવક થતા પાણીનું લેવલ મેન્ટેન કરવા ડેમ ના છ દરવાજા એક ફૂટ ખોલાયા છે તથા સીદસર,હડિયાસણ ,ખારચિયા રાજપરા, રાબારીકા ગામના લોકોને નદીના પટ માં અવર જવર નહીં કારવા તંત્ર દવારા તાકીદ કરાઈ છે.

(12:03 pm IST)