Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ધ્રાંગધ્રાના માનપુર ગામે ત્રાસ વધતા ગ્રામજનો તથા ખેડૂતોએ ૩૫ રેઢીયાળ ઢોરને પકડી ગામના ડબ્બે પૂર્યા

વઢવાણ તા. ૨૯ : ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી વાડીઓમાં તૈયાર પાક માં નુકસાન કરતાં રેઢિયાળ ગાયો આંખલાઓ તથા વાછરડા વાછરડી મેં પકડી ગામ ના ડબ્બામાં પુરવામાં આવ્યા છે.

ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુજરાત સરકારે તથા હાઈકોર્ટે ગામના સરપંચો તથા તાલુકા લેવલે ડેપ્યુટી કલેકટર તથા મામલતદાર તથા જિલ્લા લેવલે કલેકટરશ્રી ને પોતાના સત્ત્।ા નીચે આવતા વિસ્તારોમાં ગૌચરો નું દબાણ કરનારાઓ પર તવાઈ લાવી પોલીસને સાથે રાખી ગૌચરની જમીનો ખાલી કરવાની ફુલ સત્ત્।ા આપી હોવા છતાં દરેક ગામના સરપંચો દરેક તાલુકાના મામલતદારો અને ડેપ્યુટી કલેકટર શ્રી ઓ તથા જિલ્લા કલેકટરશ્રીઓ કરી શું રહ્યા છે? તે સમજણમાં આવતું નથી. તેમને ફુલ સત્ત્।ા આપવામાં આવી હોવા છતાં પણ તેઓ શું માખીઓ મારી રહ્યા છે? શું તેઓની ગૌચર દબાણ કરનારા ઓ સાથે મિલીભગત તો નથી ને? કેમ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના એક કે બે ગામોને બાદ કરતા ગૌચર ખાલી કરાવવાના સમાચાર આવતા નથી. જિલ્લા તંત્ર થી લઇ ગામડાના સરપંચો સુધી આટલી સત્ત્।ા મળ્યા પછી પણ દરેક લેવલે થયેલા ગૌચર પરના દબાણો દૂર કરવા માટે કેમ નિરુત્સાહ દેખાય છે.

શું આનો જવાબ જિલ્લા કલેકટરશ્રી કે દરેક તાલુકાના ડેપ્યુટી કલેકટરશ્રી કે દરેક તાલુકાના મામલતદારે દરેક ગામડાના સરપંચો સચોટ જવાબ આપશે ખરા?

(12:04 pm IST)