Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વીરપુર (જલારામ) પાસેની સરિયામતી નદીનો થોરાળા ડેમ ઓવરફલો

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૨૯ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવા માસમાં સારા પ્રમાણમાં વરસાદને લઈને સૌરાષ્ટ્ર પંથકનાં નાનામોટા તળાવો,ચેકડેમો તેમજ ડેમો પાણી થી છલોછલ થઈ ગયા છે અનેક નાનામોટા ડેમો ઓવરફલો પણ થઈ ગયા છે ત્યારે વીરપુર પાસે આવેલ ખેડૂતો માટે સિંચાઈનો થોરાળા ડેમ જે અષાઢ તેમજ શ્રાવણ માસમાં તળિયા જાટક હતો તે ભાદરવા માસમાં પાણીથી ભરપૂર છલોછલ થઈ ગયો છે, વીરપુર પંથકમાં સારા વરસાદને લઈને સરિયામતી નદી પરનો થોરાળા ડેમ ઓવરફલો થઈ જતા વીરપુર તેમજ થોરાળા પંથકના ખેડૂતોને શિયાળુ પાક તેમજ ઉનાળુ પાકમાં પણ સિંચાઈ માટે પાણી ખૂબ જ ઉપયોગી થવાથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે.

(1:00 pm IST)