Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગોંડલીનું વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું : વાસાવડનો રસ્તો બંધ

ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણી

ગોંડલ : પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં ઉપરવાસ વરસાદને કારણે કુંડલી નદી ગાડી તુર બની હતી અને ભગવત પરામાંથી ગામમાં જ તો બેઠો પુલ જળસમાધી બન્યો બેઠા પુલ પરથી પાણી ફરી વળતા રસ્તો બંધ છે. ગોંડલમાં રાત્રે એક વાગે વીજળીના ચમકારા થતા દિવસ જેવું બીજી તસ્વીરમાં વાતાવરણ અને વીજળી નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ) (૯.૭)

ગોંડલ, તા. ર૯ :  ગોંડલ અને ગ્રામ્ય વિસ્તાોરમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

ગોંડલનું વોરા કોટડા ગામ સંપર્ક વિહોણુ થયું છે. અને વોરા કોટડા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલી નદી ગાંડીતુર બની છે અને ભગવતપરામાં જતાં બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે.

સર્વત્ર વરસાદથી નદી-નાળા ચેકડેમ અને ડેમોમાં નવા નીર આવ્યા છે.

(1:01 pm IST)