Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મોરબીમાં બે સ્થળે જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ પકડાયા

આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતો મકબુલ દલવાણી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબીમાં બે સ્થળે જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોચી શેરીમાં હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા કિશનભાઈ રમેશભાઈ કૈલા, પંકજભાઈ નારાયણભાઈ કૈલા, કમલેશભાઈ મણીલાલભાઈ ચૌહાણ, રાકેશભાઈ બુધાભાઈ રાવ અને દીપકભાઈ મનોજભાઈ રાતડીયાને રોકડ રકમ રૂ.૫૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન માળિયા હાઈવે પર આવેલ ફર્ન હોટલ નજીક પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમતા જેલાજી બીજલજી ઠાકોર, જામાજી મણાજી ઠાકોર, દિનેશ વિશ રાવલ અને અંદરસિંગ ચનુભા ઝાલાને રોકડા રૂ.૧૨,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વાવડી રોડ કે જી એન પાર્ક નજીક આરોપી મકબુલ ઇશાકભાઈ દલવાણી રહે-કાલિકા પ્લોટ મોરબી વાળો ક્રિકેટ લાઈન ગુરુ એપ્લીકેશનમાં લાઈવ મેચ નિહાળી સન રાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ ક્રિકેટ મેચ પર આરોપી એજાજ ઉર્ફે બદીયો જેનુદીનભાઈ સૈયદ સાથે જુગાર રમી રમાડતા રોકડ અને મોબાઈલ એમ કુલ મુદામાલ કીમત રૂ.૯૧૫૦ સાથે આરોપી મકબુલને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 pm IST)