Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આટકોટમાં કડાકા - ભડાકા સાથે ૩ ઇંચ : કર્ણુકી ડેમ ઓવરફલો

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૨૯ : આટકોટમાં રાત્રે એક કલાક મા ધોધમાર ત્રણ ઈચ ખાબકયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો વિજળી ગુલ થઈ ગય હતી. કુદરતી ગગનભેદી ધડાકા વિજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો કુદરતી લીલા ભયંકર વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો એક કલાકમા ત્રણ ઈચ જેટલા વરસાદ ખાબકતા તમામ નદી નાળાં છલકાઈ ગયાં હતાં. તળાવ તેમજ ભાદર નદીમા પુર આવ્યું હતું.

ચોમાસામાં પહેલી વખત પુર આવતા લોક રાત્રે જોવ ઉમટી પડયા હતા નર્મદેશ્વર મહાદેવ કોઝવે પરથી પાણી વહી ગયા હતા. કુદરતે ભાદર નદીમાં ગાંડી વેલનું સામ્રાજય સાફ કરી દીધું હતું. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા ન આવતા કુદરત એક જાટકે ગાંડી વેલ સાફ કરી નાખી હતી. ગાયત્રીનગરનું તળાવ બુઢણપરી નદી સહિતના તમામ ચેક ડેમ છલકાઈ ગયાં હતાં. જીવાપરનો કર્ણુકી ડેમ છલકાઇ ગયો હતો. એક રાતમાં ત્રણ ફૂટ જેટલું પાણી આવી જતાં ડેમ ઓવરફલો થયો હતો. ચતુરભાઈ જણાવ્યું હતું કે ઉપરવાસમાં સારો વરસાદ પડતા કર્ણુકી ડેમમાં સારી એવી પાણીની આવક થતા ડેમ આજે ઓવરફલો થયો હતો.

(1:03 pm IST)