Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિસાવદરમાં વાદળાના ગડગડાટ, વિજળીના ચમકારા સાથે અનરાધાર અઢી ઇંચ વરસાદ : મોસમનો કુલ ૫૫ ઇંચ : સતત મેઘાવી માહોલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : વિસાવદરમાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં વધુ અઢી ઈંચ વરસાદ ખાબકયો છે.ગઇ આખી રાત્રી વાદળાનાં ગડગડાટ,વિજળીનાં ચમકારા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો.મોસમનો કુલ વરસાદ પંચાવન ઈંચથી વધુ નોંધાયો છે.

હજુ પણ સતત મેઘાવી માહોલ છે. શહેરના રસ્તા-શેરીઓ-ગલીઓમાં પાણી..પાણી છે. ગીર અને ગ્રામ્ય પંથકમાં પણ વ્યાપક વરસાદના વાવડ છે.

દરમિયાન સ્થાનિક મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધતા તેમણે સવારે ૬ વાગ્યા સુધીના આજના વરસાદના સત્ત્।ાવાર આંકડા મુજબ ૬૬ મીમી અને મોસમનો કુલ વરસાદ ૧૩૮૭ દર્શાવ્યો છે.

(1:03 pm IST)