Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા બાર વર્ષમાં ૪૯પ૦ બહેનોને સિલાઇ મશીન

લેઉવા પટેલ સમુહલગ્ન સમીતીના માધ્યમથી ૧૯પ૦ દીકરીઓને સાસરે વળાવાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૯: વિવિધ ક્ષેત્રમાં સેવાની સુવાસ ફેલાવનાર અને હજારો બહેનોને સિલાઇ મશીન વિતરણ દ્વારા  રોજગારી પુરી પાડનાર જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ૧૧ વર્ષે પુરા કરીને બારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આ યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ હોય તેમ મહિલા મંડળના માર્ગદર્શક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાનું તાજેતરમાં જ ટીવી ચેનલ વી-ટીવી દ્વારા સોરાષ્ટ્ર એવોર્ડ' અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

 જયારે પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસિયા અને ઉપપ્રમુખ રસિલાબેન એચ. વઘાસિયા વગેરે બહેનોના સહકારથી આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે.

સમુહલગ્ન દ્વારા કુલ ૧૯૫૦ દોકરીઓને સાસરે વળાવવામાં આવી છે. જયારે મહેલા મંડળના માધ્યમથી અત્યાર સુધીમાં ૪૯૫૦થી વધારે બહેનોને જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સિલાઈ મશીન અર્પણ કરીને રોજગારી આપવામાં આવી છે. તેમાંથી સેંકડો બહેનો આજે મહિને પાંચ હજારથી પંદર હજાર રૂપિયા સુધીની આવક મેળવીને પરિવારનું ભરણ-પોષણ કરી રહી છે. ૪૦૦થી વધુ ગામડાઓમાં બેઠકો યોજીને લોકોને સમાજસેવા, સમાજના સંગઠન અને ખેતીના ઉત્કર્ષ માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું છે. ૫૦૦થી વધુ લોકોના ઘરેલું ઝઘડાઓમાં ઘરમેળે સમાધાન કરાવી કોર્ટ-કચેરીમાં વેડફાતા સમય અને નાણા બચાવવામાં આવ્યા છે. ૩૩ ગામડાઓમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે ઉપયોગી એવી સમાજ વાડીઓનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. લેઉવા પટેલ મહિલા મંડળ સમાજસેવા કરતી અન્ય રપ જેટલી સંસ્થાઓને પણ નાનો-મોટો આર્થિક સહિતનો સહયોગ કરતું રહે છે. સમાજના જરૂરિયાતમંદ ૧૦૦થી વધુ લોકોને રોજગારી માટે રેંકડી અને દિવ્યાંગોને ટ્રાઈસેકલ અર્પણ કરાઇ છે. આર્થિક સંપન્ન દાતાઓના દાનને યોગ્ય માર્ગે વાળીને આ પૈસાનો સદઉપયોગ થાય તેનું હમેંશા ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી જ આજે સંખ્યાબંધ દાતાઓ સેવાકાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

કોરોનાકાળ દરમિયાન પણ પોતાના સામાજિક ઉત્ત્।રદાયિત્વને  નિભાવતા જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ૧૦,૫૦૦ થી વધુ લોકોને તમામ જરૂરી વસ્તુઓ સાથેની રેશન કિટ્સ તેમના ઘરે જઇને અર્પણ કરાઇ હતી. રપ થી વધુ ગામોમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૨૫૦૦થી વધારે દર્દીઓની વિનામુલ્યે સારવાર કરાઈ છે. ગૃહઉદ્યોગના માધ્યમથી બહેનોને રોજગારી આપવાનો પ્રયાસ કરાયો છે. મહિલા મંડળની બહેનોએ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને બાળકોને શિક્ષણ આપ્યું છે. આ ઉપરાંત ગામડાઓમાં ગૌશાળા નિર્માણ , સામાજિક કાર્યો કરતા શિવમંદિરોના નિર્માણ વગેરે કામગીરી પણ લેઉવા પટેલ મહિલા મંડળના માધ્યમથી કરવામાં આવી છે. વિશેષ એવોર્ડથી કરવામાં આવેલું સન્માન આ સંસ્થાના દરેક કાર્યકર, અત્યાર સુધીમાં નાની-મોટી સેવા આપનાર સ્વયંસેવકો તેમજ દાતાઓનું સન્માન કરતા હોવાનું જણાવતા હરસુખભાઈ વઘાસિયાએ આગામી દિવસોમાં પણ વિવિધ સેવાપ્રવૃત્ત્િ। ચાલું જ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યા હતો.

(1:06 pm IST)