Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પ્રભારી પ્રદીપભાઇ ખીમાણીનો વ્યુહ સફળ થશે

ઓખા પાલિકાની ચુંટણીમાં ભાજપે બે વોર્ડમાં આઠ મુસ્લિમોને ટિકિટ આપી જીત પાકી કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૯ : દેવભુમી દ્વારકા જિલ્લાના ભાજપના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણીએ છ માસ પહેલા ચુંટણીમાં આયોજન કરીને પ્રથમ વખત દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપમાં કબ્જે કરી હતી તથા ખંભાળિયામાં ભાજપના કહેવાતા ભ્રષ્ટાચારની સતા કબ્જેના આશાવાદી કોંગ્રેસને ર૮માંથી એક જ સીટ આપીને ર૬ બેઠકો ભાજપે કબ્જે કરીને ઇતિહાસ સર્જયો હતો. તેવી રીતે ભાણવડઅને દ્વારકાની ઓખા નગરપાલિકા કબ્જે કરવા ફરીથી વ્યુહ અપનાવ્યો છે.

ભાણવડમાં અનોખી રીતે વ્યુહ કરીને તથા ઓખામાં તો અગાઉ ર૦૧૬માં ૬ મુસ્લિમોને ટિકિટ આપી હતી તો વોર્ડ ર અને પ કે જયાં વધુ મુસ્લિમો છે. ત્યાં આ જ જ્ઞાતિના પ્રતિનિધિત્વ આપવા આઠ બેઠકો પર મુસ્લિમોને ભાજપમાંથ ઉભા રાખીને ફરી પાછી ભાજપે પાલિકામાં જીત પાકી કરી છે. જો કે, પુર્વ ધારાસભ્ય પબુભા માણેકના ગઢ જેવા દ્વારકા તાલુકામાં અગાઉ જિ. અને તા.ની પંચાયત ચુંટણીઓમાં પણ ભાજપ બીન હરિફ થઇ હતી. 

(1:09 pm IST)