Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જોડિયાના ઊડ ડેમ મા ઉપરવાસ વરસાદ ચાલુ :ઉડ ડેમના ૮ દરવાજા ૭ ફૂટ ખોલાયા :નદીનાળા પટમાં કે માછીમારોએ દરિયામા નહીં જવા ચેતવણી

ડેમની સપાટી નિયત્રિત રાખવા માટે હજુ વધારે દરવાજા ખોલવાની શક્યતા હોય ગામ લોકો ને શર્તક રહેવા અપીલ

વાંકાનેર : જામનગર જિલ્લા ના જોડિયા ગામમા હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ : ૩૦ / ૯ / ૨૧ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની પુરે પુરી શક્યતા હોય ગામ લોકોએ નદીનાળા ના પટમાં અવર જ્વર કરવી નહીં તેમજ નદી કાંઠાની જમીનવાળાઓ ખેડૂતોએ વાડી એ જવુ નહીં અને જો કોઈ ખેડૂતો વાડીએ ગયેલ હોય તૉ નદી ટપી પાછા ન આવવું ,, અને ઉંચાણવાળા વિસ્તાર માં સલામત સ્થળે થઈ જવુ, માછીમાર ભાઈઓ ને દરિયામાં જવુ નહીં જો કોઈ ગયેલ હોય પરત આવી જવા જાણ કરવામાં આવે છે ,, ઉડ ડેમ ૨ ડેમ માં ઉપરવાસ વરસાદ ચાલુ હોવાથી પાણીની આવક ચાલુ છે ઉડ ૨ ડેમ ના ૮ દરવાજા ૭ ફૂટ ખુલ્લા છે , ડેમ ની સપાટી નિયત્રિત રાખવા માટે હજુ વધારે દરવાજા ખોલવાની શક્યતા હોય ગામ લોકો ને શર્તક રહેવા જોડિયા ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે જે હરીશભાઈ જોષી ની યાદીમાં જણાવાયું છે,,,,

(11:41 pm IST)