Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કચ્છ પહોંચ્યા નીમાબેન આચાર્ય :ભવ્ય સ્વાગત

આડેસર ખાતે ધાનાણી મિરાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન

ભૂજઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નીમાબેન આચાર્ય આજે પ્રથમ વખત કચ્છ પહોંચ્યા હતા. કચ્છના આડેસર, સામખીયારી અને ભચાઉ ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આડેસર ખાતે ધાનાણી મિરાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી મધ્યે સામખીયારી લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ભચાઉ ખાતે પણ લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના પ્રવાસ દ્વારા થઈ જ ઠેરઠેર નવ નિયુક્ત વિધાનસભાના અધ્યક્ષનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો, ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા નવનિયુક્ત વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદ ગૌરવ પૂર્ણ પદ છે હવે કચ્છના પ્રશ્ર્નો સાથે મળીને ઉકેલવાના પ્રયત્નો કરીશુ.

(12:38 am IST)