Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અંતે મોરબી-જેતપર રોડનું સમારકામ શરૂ : વાહનચાલકોને હાશકારો.

એક અઠવાડિયાની અંદર આ કામ પૂર્ણ કરી દેવાશે:અણીયારી સુધી આ રોડનું સમારકામ થશે.

 મોરબીના અતિ વ્યસ્ત ગણાતા એવા મોરબી-જેતપર રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હતો. ત્યારે આજથી આ રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું સમારકામ શરૂ થતા જ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-જેતપર રોડ પર આજથી ખાડા પૂરવાનું અને ડામર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડ પર આજથી ડામર પેચ મારવાનું અને જ્યાં વધુ ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને એક અઠવાડિયાની અંદર આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. અણીયારી સુધી આ રોડનું સમારકામ થશે.

(11:30 pm IST)