Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબીના શક્તિ ચોક ગરબી મંડળમાં હિંદુ મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમી કરે છે માતાજીની આરાધના.

અર્વાચીન રાસ ગરબાના ક્રેઝ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનો દબદબો શક્તિ ચોક ગરબીમાં વિવિધ રાસની રમઝટ નિહાળવા ઉમટે છે મોટી ભીડ.

આદ્યશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મોરબીમાં પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબાનું આયોજન કરાયું છે. જેમાં યુવાઓ મનમુકીને ઝૂમવા થનગની રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં પ્રાચીન શેરી ગરબાઓ હજુ પણ લોકોમાં પ્રિય છે. ત્યારે મોરબીમાં વર્ષોથી શહેરની મધ્યે યોજાતી શક્તિ ચોક ગરબી ભારે જમાવટ કરે છે. આ પ્રાચીન ગરબીઓ જોવા આખું નગર ઉમટી પડે છે. આજના જમાનામાં અર્વાચીન દાંડિયા રાસના ક્રેઝ વચ્ચે પણ પ્રાચીન ગરબીઓનું મહત્વ હજુ પણ જળવાઈ રહ્યું છે.

મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૩૯ વર્ષથી પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આયોજન અંગે શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે, શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા મોંરબીમાં અર્વાચીન યુગમાં પણ પ્રાચીન ભાતીગળ ગરબાઓના 50-55 જેટલા રાસ ગરબાની રમઝટ બોલાવી ભારતીય સંસ્કૃતી જાળવી રાખી છે. માં શક્તિની આરાધના સાથે હિંન્દુ-મુસ્લીમ બાળાઓ શક્તિ ચોક ગરબી મંડળમા પ્રાચીન ગરબે ધુમી ખરાં અર્થમાં દેશની સંસ્કૃતીને ઉજાગર કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માં અંબેની આરાધના કરી અર્વાચીન યુગમાં શક્તિ ચોક મંડળ દ્વારા હિન્દુ મુસ્લીમ એકતાનુ ઉદાહરણ પુરુ પાડવામાં આવે છે અને બાળાઓની ગરબીને નિહાળવા મોટી સંખ્યામાં લોકોમાં ઉમટી પડે છે. શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા દૈનિક અલગ અલગ રાસનું આયોજન કરવામાં આવે છ. જેમાં પ્રખ્યાત માળી તારાં અંધોર નગારાં અને અભિનય રાસ ભીંજાય ધરચોડુ ભીંજાય માની ચુંદડી તેમજ સાત બેઠા સાથેનો દિવડા રાસ અને મારી મહીસાગરની હારે ઢોલ વાગે રાસ અને તલવાર રાસ જેવાં 50-60 જેટલા રાસ રમી બાળાઓ માતાજી ની આરાધના કરી રહી છે. તેવું શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું.

(12:53 am IST)