Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જામનગરમાં આકડા લેતા બે ઝડપાયા

જામનગર : શહેરમાં અરૂણ ઉદ્યોગમા઼ આવાસ કોલોની પાસે જાહેરમાં વલી મટકાના આકડાનો જુગાર રમતા મળી આવતા ૫૪૪૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂ. ૬૦૦૦ તથા હીરો મેસ્ટ્રો મો.સા. કિં.રૂ. ૩૦,૦૦૦ તથા વર્લીમટકાનું સાહિત્ય મળી કુલ રૂ. ૪૧,૪૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી પો. કોન્સ. અજયસિંહ ઝાલાઍ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાઍ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વર્લીમટકાના આકડાની કપતા લેનાર દિપક ઉર્ફે સરગમ તથા મહેન્દ્ર ઉર્ફે મસાલી રહે. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. પકડાયેલ આરોપીઓ (૧) મુકેશભાઇ ઉર્ફે મુકો મંગલદાસ રતડા રહે. પાણાખાણ લહેરી પાન વાળી ગલીમાં (૨) કાનજીભાઇ ઉર્ફે કાનો કરશનભાઇ ગજરા રહે. અરૂણ ઉદ્યોગ, આવાસ કોલોની છે. આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.જે.ભોયેની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. સી.ઍમ.કાંટેલીયા, પો.સ.ઇ. ઍ.બી.ગંધા, કે.ઍચ.ભોચીયા તથા ઍલ.સી.બી. સ્ટાફના  માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

(11:47 am IST)