Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુરેન્‍દ્રનગરનાં સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી મહેન્‍દ્રભાઈ મુંજપરાના ઘરે તસ્‍કરો ત્રાટકયા

બંધ મકાનના તાળાં તોડી તસ્‍કરોએ ઘરનો સામાન વેરવિખેર કર્યો : સાંસદ અને પરીવાર બહાર છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૯ : સુરેન્‍દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી ડોક્‍ટર મહેન્‍દ્ર મુંજપરાના મકાનમાં તસ્‍કરો ત્રાટકીયા છે અને હાલમાં પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે મંત્રીનો પરિવાર બહાર છે ત્‍યારે તસ્‍કરોએ બંધ મકાન જોઈ અને તેમાં ત્રાટકી ઘરમાં ચોરી થવાનો મામલો સામે આવ્‍યો છે. મુંજપરાના પરિવારજનો જ્‍યારે ઘરે પરત ફરશે ત્‍યારે સાચો અંદાજ આવશે અને તપાસ હાથ ધરવામાં આવશે તેવું હાલમાં પોલીસ જણાવી રહી છે  ત્‍યારે સામાન્‍ય જનતા તો સલામત સુરેન્‍દ્રનગર શહેરમાં છે જ નહીં પરંતુ હાલમાં તસ્‍કરોએ જાણે પડકાર પોલીસને ફેંકયો હોય તેવો સમય આવ્‍યો છે  કેટલી મતા માલ રોકડ રકમ કેટલી   તસ્‍કરી કરી ગયા છે તે પરિવાર આવ્‍યા બાદ જાણવા મળશે પરંતુ હાલમાં પોલીસ તંત્રમાં પણ ખડભરાટ સર્જાયો છે તેમનાભાઈ જસ્‍મીનભાઈ મુંજપરાનો સંપર્ક સાધવાની કોશિશ કરી પરંતુ હાલમાં મોબાઈલ તેમનો ઉપડીયો નથી અને હાલમાં સાચી માહિતી મળી રહી નથી અને હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામેલ નથી.

સીસીટીવી ફૂટેજો મેળવવામાં આવ્‍યા છે. સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી અને સુરેન્‍દ્રનગર એલસીબી શાખા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(11:46 am IST)