Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જસદણ પીજીવીસીએલની માનમાની : પ્રજાને અન્‍યાય

(હુસામુદ્‌ીન કપાસી દ્વારા)જસદણ તા. ૨૯ :  પીજીવીસીએલના કર્મચારીઓ વીજ ગ્રાહકોને બાકી બિલ બાબતે રીતસરના હેરાન કરતાં લોકોમાં જબરો ઉહાપોહ સર્જાયો છે. જસદણ શહેરમાં જયાં દરરોજ લાખો રૂપિયાની વીજચોરો અને લાખો કરોડો રૂપિયા સરકારી કચેરી અને કર્મચારીઓ પાસે બાકી છે ત્‍યાં ઉઘરાણી નથી કરતાં અને વેપારી કે મજુર પરિવાર પાસે સામાન્‍ય કોઈ બાકી રકમ હોય તો ત્‍યાં તમારો વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે અને તમારું મીટર પણ જમાં કરો લેશું એવી ધમકી આપી જબરજસ્‍તીથી વસુલાત કરતાં વીજ કંપની રાજયની ભાજપ સરકારનું નાક સાથે હોઠ પણ કાપવાનું કામ કરી રહી હોવાની વાત નેતાગણ સુઘી પહોચી ગઈ હોવાનું જાણવા મળેલ છે.

જસદણના કેટલાંય વિસ્‍તારમાં લાંબા સમયથી વીજચોરી અને ગેરકાયદે વીજ કનેકશનો વર્ષોથી ધમધમી રહ્યા છે પણ તે બાબતે કોઈનો વાળ પણ વાંકો થતો નથી જ્‍યારે છેલ્લાં બે ત્રણ વર્ષથી લોકોને વેપાર રોજગાર નથી મંદી છે એવાં પ્રામાણિક લોકો જે વીજ કંપનીનું બિલ બાકી છે એવાં વેપારોઓ અને પરિવારોને વીજ કંપનીના કર્મચારીઓ હેરાન કરવાનું કોઈ બાકી ન રાખતા હાલ પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્‍યારે ચૂંટણી ની ચટણી બનાવતાં નેતાઓ પ્રજાની વ્‍હારે આવે ચૂંટણી સુઘી બાકી રકમ વસુલાતમાંથી ગરીબ પ્રજાને મુક્‍તિ અપાવે એવી માંગણી ઉઠવા પામી છે.

(11:52 am IST)