Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધોરાજી પોલીસે ચોરાઉ રિક્ષા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

ધોરાજી,તા.૨૯ :  ધોરાજી પીઆઇ એબી ગોહીલ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ ખાનગી વાહનમાં ધોરાજી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો.

તે દરમિયાન ધોરાજીના ભૂખી ગામે સોસાયટી વિસ્‍તારમાં જાહેરમાં આરોપી ઓ  કિશન ડાભી તથા  જીતેન્‍દ્ર પરમાર  રીક્ષા ખોલતા હોય છકડાનું એન્‍જીન અને ચેસીસ અલગ પડેલા જોવા મળેલ હતાં. જેથી પોલીસે આ શખ્‍સો પાસેથી છકડાના આરટીઓનાં કાગળો માંગતા જે તેમની પાસે ન હોવાનું જણાવેલ ત્‍યારબાદ રીક્ષાના રજીસ્‍ટર નંબર પોકેટ કોપ દ્વારા સર્વે કરતા ઉપરોક્‍ત છકડો રિક્ષા શાપર વેરાવળમાંથી ચોરી થયાનું પોલીસ ની તપાસ મા ખૂલતાં પોલીસે બને આરોપી શખ્‍સો ને રીક્ષા સહિતના મૂદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરાઈ હતી.

(11:56 am IST)