Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વિહિપ જુનાગઢની દુર્ગાવાહિની ટીમ દ્વારા ગરબીમાં શષાપૂજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : વિશ્વ ઞિનદુ પરિષદ અંતર્ગત દુર્ગા વાહિની ટીમ દ્વારા જુનાગઢની તમામ ગરબીમાં શષા પુજન કરવાના છે એના આયોજનના ભાગ હેઠળ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ છેલભાઇ જોષી તેમજ તમામ આગેવાનોના સહાયથી કાર્યક્રમ કરેલ હતો. આગામી દિવસોમાં જુનાગઢની તમામ પ્રાચીન ગરબીમાં સહિત  જગ્‍યાઓ પર શષા પુજનનું આયોજન કરવાનું છે.

પ્રથમ દિવસે સવારે ૮.૩૦ થી ર વાગ્‍યા સુધી જુનાગઢની તમામ સેવા વસ્‍તી, શ્રમિક વિસતાર તેમજ દુર્ગાવાહિની કાર્યકર્તાઓની ઘરે શષા પુજનના કાર્યક્રમો થયા.

દુર્ગા વાહિનીની શરૂઆત અષ્‍ઠમી એટલે કે આઠમના દિવસે થઇ હતી. જેથી ત્‍યાં સુધી પ૧થી વધુ સ્‍થાન પર શષાપુજનના કાર્યક્રમો થશે. તેમજ આઠમના દિવસે જુનાગઢમાં ચાલતા મોટા આયોજનમાં શષા પુજનના કાયૃક્રમો રાખીશુ.

આ આયોજન મા દુર્ગા વાહિનીના જુનાગઢ મહાનગરના સંયોજીકા તેમજ પ્રાંત દુર્ગા વાહિની ટોળી દ્વારા સદસ્‍ય રીંકલબેન મહેતાના માર્ગદર્શન હેઠળચ ાલી રહયુ છે. આ તકે ખુબ મોટી સંખ્‍યામાં ૧પ થી ૩પ વર્ષનીબહેનો દુર્ગાવાહિનીમાં જોડાઇ રહી છે. રીંબલન મહેતા, મનીષાબેન ખોડભાયા, પીનલબેન દાણીધારીયા, તૃપ્‍તીબેન રૂપારેલીયા, તેજસ્‍વીનીબેન જોશી, દ્રષ્‍ટીબેન જોશી, સાક્ષીબેન, ધ્રુવીબેન રાઠોડ અને ક્રીશાબેન મકવાણા સહિતના બહેનો રિંકલબેનની સાથે જોડાઇ ગયા હતા.

(1:47 pm IST)