Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નિવૃત જનરલ મેનેજર સ્‍વ. વિજયભાઇ વાળાને સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચાની અંજલિ

જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍કનાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍કના નિવૃત જનરલ મેનેજર વિજયભાઇ ચાંપરાજભાઇ વાળાનું અવસાન અંગે સહકારી આગેવાન અને પુર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચાએ ઉંડુ દુફખ વ્‍યકત કરી તેઓને શ્રધ્‍ધાંજલી પાઠવી છે.

ગત તા.રપના રોજ અવસાન પામેલા વિયભાઇ વાળાને શ્રધ્‍ધાંજલી પાઠવતા શ્રી કોટેચાએ જણાવ્‍યુ઼ હતું કે, સ્‍વ. વિજભાઇ વાળા પરોપકારી અને ઉદાર સ્‍વભાવના હતા અને તેઓએ જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍કની પ્રગતિ માટે સિંહ ફાળો આપ્‍યો હતો. જે અવિસ્‍મરણીય રહેશે અને તેમની ખોટ વર્ષો સુધી પુરાશે નહિ. શ્રી કોટેચાએ સદગતના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.

(1:49 pm IST)