Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વિસાવદર ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી ૧૩.૪૮ કરોડના રોડના કામો મંજુર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯:  વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમા ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાની ગ્રાન્‍ટમાંથી ૧૩.૪૮ કરોડના રોડના કામો સરકારે મંજુર કર્યા છે.જેમા ભેસાણ તાલુકાના પરબવાવડી-ચુડા, ઢોળવા-ચૂડા, રાણપુર-છોડવડી, સુખપુર-બાવાપીપળીયા, વિસાવદર તાલુકાના જૂની ચાવંડ-લેરીયા-સુખપુર, વિસાવદર જાંબુડા-રામપરા, જૂનાગઢના બગડુ-જામકા-શેમરાળા, વિસાવદર રંતાંગ-લીમધરા રોડનો સમાવેશ થાય છે.કુલ રૂપિયા ૧૩.૪૮ના ખર્ચે આઠ જેટલા ગામોના રોડના કામો થશે.આ રોડના કામોના જોબ નંબર પણ ફાળવી દેવાયાનુ ધારાસભ્‍ય રિબડીયાએ જણાવ્‍યુ છે.

(1:52 pm IST)