Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબીના શકિત ચોક ગરબી મંડળમાં હિંદુ મુસ્લિમ બાળાઓ દ્વારા આરાધના

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૯ : મોરબીના શકિત ચોકમાં છેલ્લા ૩૯ વર્ષથી પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આયોજન અંગે શકિત ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે, શકિત ચોક ગરબી મંડળ દ્વારા મોંરબીમાં અર્વાચીન યુગમાં પણ  પ્રાચીન ભાતીગળ ગરબાઓના ૫૦-૫૫ જેટલા રાસ ગરબાની રમઝટ બોલાવી ભારતીય સંસ્કૃતી જાળવી રાખી છે. માં શકિતની આરાધના સાથે હિંન્દુ-મુસ્લીમ બાળાઓ શકિત ચોક ગરબી મંડળમા પ્રાચીન ગરબે ધુમી ખરાં અર્થમાં દેશની સંસ્કૃતીને ઉજાગર કરે છે.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માં અંબેની આરાધના કરી અર્વાચીન યુગમાં શકિત ચોક મંડળ દ્વારા હિન્દુ મુસ્લીમ એકતાનુ ઉદાહરણ પુરૃ પાડવામાં આવે છે અને બાળાઓની ગરબીને નિહાળવા મોટી સંખ્યામાં લોકોમાં ઉમટી પડે છે. શકિત ચોક ગરબી મંડળ દ્વારા દૈનિક અલગ અલગ રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રખ્યાત માળી તારાં અંધોર નગારાં અને અભિનય રાસ ભીંજાય ધરચોડુ ભીંજાય માની ચુંદડી તેમજ સાત બેઠા સાથેનો દિવડા રાસ અને મારી મહીસાગરની હારે ઢોલ વાગે રાસ અને તલવાર રાસ જેવાં ૫૦-૬૦ જેટલા રાસ રમી બાળાઓ માતાજી ની આરાધના કરી રહી છે. તેવું શકિત ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું.

(2:02 pm IST)