Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જામનગરમાં વકિલના ઘરમાંથી ર૦.૧૦ લાખની ચોરી કરનાર પારધી ગેંગ ઝડપાઇ

મેળામાં રમકડા વેંચવા આવીને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા : ૩ શખ્‍સો પાસેથી મુદ્દામાલ જપ્‍ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯ :  જામનગરનાં વાલકેશ્વર સોસાયટીમાં એડવોકેટ રાજેશ અનંતરાય શેઠના મકાનમાં ર૦.૧૦ લાખની ચોરી કરનાર પારધી ગેંગના ૩ શખ્‍સોને એલસીબી પોલીસે ઝડપી લીધા છે.

આ શખ્‍સો અલગ અલગ રાજયમાં તહેવાર દરમ્‍યાન મેળાઓ ભરાતા હોય, ત્‍યાં મેળામાં રમકડા વેચવા જઇ રાત્રી દરમ્‍યાન આજુબાજુ વિસ્‍તારમાં આવેલ બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા. પારધી ગેંગ ના સાગ્રીત હોય તેલંગણા, રાજયમાં વિજયવાડા, ગનાવરમ, ગુટુર મંગલગીરી, કમમ રેલ્‍વે પો. સ્‍ટે. તથા મધ્‍યપ્રદેશ રાજયના અશોકનગર, શીપરી તેમજ વિદીશા જીલ્લામાં ચોરીઓને અંજામ આપેલ હોવાનું ખુલવા આપેલ છે, મજકુર ઇમસોની પુછપરછ કરી આ ગુનાનો વધુ મુદ્દામાલ રીકવર કરવા તેમજ ગુજરાત રાજય તથા અન્‍ય રાજયમાં કયા કયા સ્‍થળે ચોરીઓને અંજામ આપેલ હતો તે અંગે તપાસ કાર્યવાહી ચાલુમા છે.

પોલીસે રાજુ રામદાસ મોગીયા ધંધો, રમકડા વેચવાનો રહે. રામનગર તા. મોગાવલી જી. અશોકનગર રાજય-મધ્‍યપ્રદેશ, અજયભાઇ વિશ્નુભાઇ પારધી ધંધો રમકડા વેચવાનો રહે. માધોપુર તા.જી. અશોકનગર રાજય-મધ્‍યપ્રદેશ, ચાવલાભાઇ બાબુરામ મોગીયા ધંધો-રમકડા વેચવાનો રહે. બન ગામ તા. ગુલાબગંજ જી. વિદીશા રાજય-મધ્‍યપ્રદેશની ધરપકડ કરી છે.

મંગલ માંગીલાલ મોગીયા રહે. બન ગામ તા. ગુલાબગંજ જી. વિદીશા મધ્‍યપ્રદેશ સમીર રમેશભાઇ મોગીયા રહે. બન ગામ તા. ગુલાબગંજ જી. વિદીશા રાજય-મધ્‍યપ્રદેશ, વિમલાબાઇ બાબુરામ મોગીયા રહે. બન ગામ તા. ગુલાબગંજ જી. વિદીશા રાજય-મધ્‍યપ્રદેશની શોધખોળ હાથ ધરી છે.  આ કામગીરી જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ નાઓની સુચના તેમજ જામશહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો. ઇન્‍સ. કે.જે. ભોયે નાઓ તથા પો. સબ. ઇન્‍સ. આર. બી. ગોજીયા તથા સી.એમ. કાટેલીયા તથા એ.બી. ગંધા તથા કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, માડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ-સરવૈયા, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા ફીરોજભાઇ ખફી. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ. જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાડીયા યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્‍દ્રસિંહ જે જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, ડ્રાયવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(4:08 pm IST)