Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડના ખાડા બુરવામાં તંત્રનો ભ્રષ્ટાચાર અધિકારીઓને સસ્પેન્ડ કરો :શહેર ભાજપ મહામંત્રીએ રોષ ઠાલવ્યો

કાદવ કિચડ અને ધૂળ ઉપર ડામરના થીગડા મારી દીધા:શહેર ભાજપના મહામંત્રી એ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ખખડાવી નાખ્યા? :ગાંધીનગર ખાતે અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હોવાની ચર્ચા: ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ:શહેર ભાજપ મહામંત્રી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી તમામ વિસ્તારોમાં વરસાદને કારણે અને ડામરના નબળા કામને કારણે ખખડધજ રસ્તાઓ થઈ ગયા છે શહેરમાં અનેક વખત લોકોએ રસ્તા ચક્કા જામ કરીને વિરોધ પણ દર્શાવ્યો છે આ બાબતે ગુજરાત સરકારે તાત્કાલિક નવરાત્રી પહેલા ગુજરાતમાં તમામ રસ્તાઓ રિપેર કરવા માટે 501 કરોડ રૂપિયા ઉપર તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે સરકારની આબરૂ આજે પણ જતી હોય તેવું લાગી રહ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જુનાગઢ રોડ જેતપુર રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ  સ્ટેટ હાઇવેમાં આવે છે આ તમામ રસ્તાઓ પર લોકો ચાલી પણ ન શકે તે પ્રકારના ખખડધજ રસ્તાઓ થઈ ગયા છે આ બાબતે આ વિસ્તારના લોકોએ અનેક વખત જાહેરમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે અધિકારીઓ તાત્કાલિક આવીને ખાતરી પણ આપી છે અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ગાંધીનગરથી જાહેરાત કરી હતી કે નવરાત્રી પહેલા ગુજરાતના તમામ રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે એ માટે 501 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સમગ્ર ગુજરાતમાં ખાડાઓ બુરવાનું કામ શરૂ થઈ ગયું હતું આ સમયે ધોરાજીમાં જેતપુર રોડ જમનાવડ રોડ ઉપલેટા રોડ અને જુનાગઢ રોડના સ્ટેટ હાઇવે ઉપર કાદવ કિચડ અને ધૂળથી ભરેલા ખાડાઓ ઉપર ખાડાઓને સાફ કર્યા વગર સીધું ડામર નો ઢગલો કરી ખાડા બુરવાનું કામ શરૂ કર્યું છે પરંતુ જે પ્રકારે ખાડા બુરાવા જોઈએ અને ખાડા ની અંદરથી ડામર નાખ્યા પહેલા ધૂળ સાફ કરવી જોઈએ કાદવ સાફ કરવો જોઈએ પરંતુ સાફ  કર્યા વગર સીધોડામર પાથરી દેતા અને મશીન પણ નહીં ફેરવતા ખાડાની હાલત એ જ પ્રકારની હજી પણ જોવા મળી રહી છે અને હજુ પણ જે પ્રકારે કામ થવું જોઈએ એમાં માત્ર 30% કામ થયું હોય તેવી લોકોમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ છે અને ધોરાજીના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓની અંદર જેતપુરના અધિકારી અને રાજકોટના અધિકારી દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ શહેરમાં લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે
 આ સમયે માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરી ની બાબતમાં ધોરાજી શહેર ભાજપના મહામંત્રી વિજયભાઈ બાબરીયાએ જણાવેલ કે ધોરાજીમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સરકારની બદનામી થાય તે પ્રકારના નબળા કામો કરેલ છે જેમાં ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકો કહી રહ્યા છે અને જોવા પણ મળી રહ્યું છે આ બાબતે મેં તાત્કાલિક જેતપુરના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ખખડાવી નાખીયા હતા જેના કારણે અધિકારીએ મારો ફોન બ્લોક કરી નાખ્યો છે
ભાજપના મહામંત્રી વિજયભાઈ બાબરીયાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ખાતાકી પગલાં લેવા જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ
આ બાબત ની ઉચ્ચ કક્ષાએ ધોરાજી સહેરીજનોએ રજૂઆત કરતા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પણ ગાંધીનગર ખાતે અધિકારી વિરુદ્ધ અધિકારી નબળી કામગીરી કરી છે તે બાબતની લેખિતમાં ફરિયાદ કરી હોવાની પણ માહિતી જાણવા મળી રહી છે
હાલમાં જે પ્રકારે ગુજરાત સરકારે તાત્કાલિક રૂપિયા ફાળવીને નવરાત્રી પહેલા તમામ રસ્તા સરખા કરવાની સૂચનાઓ આપેલી છે પરંતુ પેઢી ગયેલા અધિકારીઓ અને ભ્રષ્ટાચારમાં તરબોડ કોન્ટ્રાક્ટરોની સાથે રહેતા અધિકારીઓ સરકારની આબરૂના લીરા ઉડાડતા હોય તેવું પણ ધોરાજીની કામગીરી ઉપરથી જાણવા મળી રહ્યું છે
આવી ગંભીર બાબતમાં પણ અધિકારીઓને અમુક રાજકીય નેતાઓ છાવરતા હોય તેવું પણ ધોરાજીમાં જાહેરમાં જ જોવા મળી રહ્યું છે
ધોરાજીમાં હાલમાં ઘરના નહીં ને ઘાટના નહીં તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોય તેવું પણ જાહેરમાંજોવા મળી રહ્યું છે
ધોરાજીના ચારે ચાર સ્ટેટ હાઇવે રોડને દર વર્ષે આ પ્રકારની હાલત થઈ જાય છે શા માટે રસ્તા સરખા રહેતા નથી નબળી કામગીરીને કારણે શા માટે ગાંધીનગર થી તપાસ આવતી નથી તે પણ અનેક સવાલો ઊભા થયા છે
વિરોધ પક્ષના નેતાઓ તો ફરિયાદ કરી શકે પરંતુ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ પ્રકારની ફરિયાદ કરી છે અને અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવું પણ જાહેરમાં સાંભળવા મળી રહ્યું છે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને જે અધિકારી જવાબદાર હોય એમની સામે ખાતાકીય તપાસ કરવી જોઈએ તેવી ધોરાજીના નગરજનોની માગણી છે

(8:42 pm IST)