Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નવરાત્રી દરમિયાન નાના બાળકોને ઘોઘો ઘોઘો ગીત ગાતા જોઈને શું તમને પણ બાળપણ યાદ આવ્યું ને?

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નવરાત્રી મહોત્સવ શરૂ થતાની સાથે નાના બાળકો પોતાની કાલી ઘેલી ભાષામાં સાંજ પડતાની સાથે ઘોઘો ઘોઘો ગીત ગાતા ઘરે ઘરે ફરતા જોવા મળી જાય છે. પોતાની મસ્તીમાં મસ્ત એવા બાળકોના મોઢે ઘોઘો ઘોઘો ગીત સાંભળીને દરેક વ્યક્તિને પોતાનું બાળપણ ચોક્કસ યાદ આવી જાય છે. મોટા શહેરોમાં આ પરંપરા લુપ્ત થતી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા હજુ પણ યથાવત રહી છે. આપ પણ આ વિડીયો નિહાળો અને આપના બાળકોને આ વિડીયો અવશ્ય બતાવજો... ઘોઘો ઘોઘો ગીત ગાતા ગાતા જો ભૂલકાઓ આપના ઘરે આવે તો તેમને પણ પ્રોત્સાહિત કરજો... આપણા સૌના સહિયારા પ્રયત્નોથી જ આપણી પરંપરાઓ યથાવત રહેશે.

 

(9:03 pm IST)