Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબીમાં પ્રાચીન-અર્વાચીન રાસ મહોત્સવમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હાજરી આપી.

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાલ મોરબી હોય ત્યારે તેઓએ મોરબીની પ્રાચીન ગરબી તેમજ અર્વાચીન રાસ મહોત્સવમાં હાજરી આપી હતી

નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં આવેલ માં નવરાત્રી મહોત્સવ, શક્તિધામ નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ, સંકલ્પ નવરાત્રી મહોત્સવ અને પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓએ નવરાત્રી મહોત્સવને માણ્યો હતો અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(12:33 am IST)