Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબી: સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આંદરણા ગામની પસંદગી

સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્રારા દત્તક લેવામાં આવેલ આંદરણા ગામ હવે સુવિધાઓથી સજ્જ થશે

મોરબી : વડાપ્રધાન મોદીએ ભારતમાં ગ્રામ્ય સ્તરે સર્વાંગી વિકાસનું મોડેલ અપનાવવા માટે  સાંસદ આદર્શ ગ્રામ યોજના યોજનાની શરુઆત કરી છે. જેને પગલે સાંસદ મોહનભાઇ કુડારીયા દ્રારા સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત મોરબી તાલુકાના આંદરણા ગામને પસંદ કરવામાં આવ્યું છે. અને હવે આંદરણા ગામના ગ્રામજનો વિકાસની એરણ પર અગ્રેસર થશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્રારા દત્તક લેવામાં આવેલ આંદરણા ગામ હવે સુવિધાઓથી સજ્જ થશે.

 ગામનો સંપુર્ણ માળખાકીય વિકાસ તથા સામાજીક વિકાસ થાય તે માટે મોરબી જીલ્લાના તમામ અધિકારીઓ તથા વિસ્તારના પદાધીકારીઓની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં આંદરણા ગામને આદર્શ ગામ બનાવવા તેમજ આંદરણા ગામનો વિકાસ અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બને તે માટે જરૂરી કામોનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

તેમજ દરેક કામ સાથે સંલગ્ન વિભાગના અધિકારીની અમલીકરણ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેથી નિયત મર્યાદામાં વિકાસના કામો પૂર્ણ થઈ શકે. હવે ગ્રામજનો વિકાસની એરણ પર અગ્રેસર થશે.

(12:36 am IST)