Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

એબીવીપી મોરબી દ્વારા કેમ્પસ કારોબારી ધોષણા અને રેલી યોજાઈ.

મોરબી :  એબીવીપી મોરબી શાખા દ્વારા કેમ્પસ કારોબારી ધોષણા અને રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા સિંહ ગર્જના ક્રાયક્રમમા વિવિધ કોલેજ કેમ્પસની કારોબારી ઘૉષણા કરવામા આવી જેમા OMVVIM કોલેજ, P.G.PATEL કોલેજ,U.N.MEHTA ARTS કૉલેજ,L.E. કોલેજ ની કારોબારી ઘોષીત કરવામા આવી કેમ્પસમા વિવિધ જવાબદારીઓ આપવામા આવી અને ઉમિયા સર્કલથી omvvim કોલેજ સુધી રેલી કરવામાં આવી હતી. જેમા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે એબીવીપી મોરબી જિલ્લા પ્રમુખ સંજભાઈ વિરડીયા, મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી નગર મંત્રી શિવાગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા હતા.

(12:43 am IST)