Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોરબી, રાજકોટ અને જામનગરમાંથી બાઈક ચોરી કરનાર બે ઝડપાયા,

ચોરીના ૮ બાઈક રીકવર કર્યાકુલ ૧.૭૦ લાખનો મુદામાલ કબજે લઈને પોલીસે તપાસ ચલાવી

મોરબી શહેર ઉપરાંત રાજકોટ અને જામનગરમાંથી બાઈક ચોરી કરનાર બે ઇસમોને પોલીસે ઝડપી લઈને ચોરાઉ આઠ બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ અનેક બાઈક ચોરીના ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા છે

મોરબી પંથકમાં વધતા વાહન ચોરીના બનાવો રોકવા અને ગુનેગારોને ઝડપી લેવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક સાથે બે ઈસમો રાજપર ચોકડી પાસેથી ઝડપાયા હતા જે બાઈકના કાગળો માંગતા આરોપીઓ પાસે નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી સાગર જાગાભાઈ ગોલતર (ઉ.વ.૨૦) રહે ઓટાળા તા ટંકારા અને કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા રહે મોડપર તા. ધ્રોલ એમ બે ઇસમોને દ્ઝ્પી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા અન્ય બાઈક ચોરીની કબુલાત આપતા ચોરી કરેલ અન્ય સાત બાઈક મળીને કુલ આઠ બાઈક કીમત રૂ ૧,૭૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
મોરબી, રાજકોટ અને જામનગરમાંથી આઠ બાઈક ચોરી કર્યા
આરોપીઓએ મોરબી શેહરના નવા બસ સ્ટેન્ડ, આયુષ હોસ્પિટલ પાસેથી, સુપર માર્કેટ પાસેથી બાઈક ચોરી કર્યું હતું તેમજ છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી બાઈક ઉઠાંતરી કરી હતી તે ઉપરાંત એક વર્ષ પૂર્વે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી અને જામનગર સાત રસ્તા મેળાના મેદાનમાંથી એક વર્ષ પૂર્વ બાઈક ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીના આઠ બાઈક રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે
આરોપી સાગર રીઢો ગુનેગાર, અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો
ઝડપાયેલા આરોપી પૈકી આરોપી સાગર ગોલતર રીઢો ગુનેગાર છે જે અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં તેમજ ટંકારા પોલીસ મથકમાં ત્રણ વખત પ્રોહીબીશન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આરોપી સાગર લોક માર્યા વગરના બાઈક ડાયરેક્ટ કરી ચોરીને અંજામ આપતો હોવાનું તપાસમાં ખુલ્યું છે
આ  કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ જે જાડેજા, પીએસઆઈ કે એચ ભોચીયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, જયપાલસિંહ અજીતસિંહ, કિશોરદાન ગંભીરદાન, કિશોરભાઈ મેણંદભાઈ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઈ દેવશીભાઈ, હિતેષભાઈ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ અરજણભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

(12:11 am IST)