Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વિધાનસભાની ચૂંટણીમાં તમામ મતદારોને અચૂક મતદાન કરવા પૂ. જેન્‍તિરામબાપાની અપીલ

દિવાળી પર્વની માફક લોકશાહીના પર્વમાં સહભાગી થઇ પસંદગીના ઉમેદવારને મત આપવા પૂ.બાપાનો અનુરોધ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ :.. ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીનું તા. ૧ અને પ ડીસે.ના રોજ મતદાન હોય.

જેમાં બે તબકકામાં મતદાન થશે પહેલા તબકાનું મતદાન ૧ ડીસેમ્‍બર અને બીજા તબકકાનું મતદાન પ ડીસેમ્‍બરના રોજ થશે અને મત ગણતરી તા. ૮ ડીસેમ્‍બરે થનાર છે ત્‍યારે ધુનડા સતપુરણધામ આશ્રમના પૂ. જેન્‍તિરામબાપાએ રાજયના તમામ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.

પૂ. જેન્‍તિરામબાપાએ જણાવેલ કે વિધાનસભાની ચૂંટણી માટે તા. ૧ અને પ ડીસેમ્‍બરનાં રોજ મતદાન થવાનું છે. ચૂંટણી એટલે બંધારણીય મહા પર્વ છે. આથી દરેક મતદારે મતદાન આપવાનું વિધાનસભા ચૂંટણીએ લોકશાહીનું મહાપર્વ છે. આથી જેમ આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ એજ પ્રમાણે લોકશાહીના અવસરમાં પણ સહભાગી થવા માટે કિંમતી સમય કાઢીને ખાસ મતદાન કરવાનું જણાવી પૂ. બાપાએ જણાવેલ કે મતદાન એ આપણી પાંચ વર્ષ માટેની ઉર્જા છે. આથી જે સારો ઉમેદવાર હોય તેને બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી તેમણે વધુમાં જણાવેલ કે દરેક પર્વ દર વર્ષે મળે છે પરંતુ મતદાન કરવાનો અવસર પાંચ વર્ષે જ પ્રાપ્ત થતો હોય આથી કિંમતી મત આપી ફરજ અદા કરવા દરેક મતદારનો મત કિંમતી ે આથી મતદાન કરવાનું ભૂલશો નહીં. 

(12:09 pm IST)