Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગોંડલમાં રાજુભાઇ સખિયા સામે આચારસંહીતા અંગે ફરિયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૯ : વિધાનસભાની ચુંટણીઓમાં સંવેદનશીલ ગણાતા ગોંડલમાં આચારસંહિતા ભંગ અંગે ફરિયાદો નો દૌર શરુ થયો છે.

હમેંશા વિવાદી વિધાનો કરવા જાણીતા રાજેશભાઈ સખીયા સામે નોડલ ઓફિસર અશ્વીનભાઇ વ્‍યાસે લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુન્‍હો નોંધી કાર્ર્યવાહી હાથ ધરી છે.

રાજેશભાઈ સખીયાએ વિડીયો વાયરલ કર્યો હતો કે જે ગામ ના સરપંચ કે આગેવાન કોંગ્રેસ ને વધુ લીડ અપાવશે તો પોતાના તરફ થી રુ.૩૧ હજાર અપાશે.

વાયરલ થયેલો વિડીયો ચુંટણી પંચ ને ધ્‍યાને આવતા કાર્યવાહી કરાઇ હતી.

(11:38 am IST)