Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઠંડીમાં વધારોઃ ગિરનાર ૮.પ, નલીયા ૧૦.૪ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમા વધારો થયો છે. આજે ગિરનાર પર્વત ઉપર ૮.પ ડિગ્રી, નલીયા ૧૦.૪, રાજકોટમાં ૧૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છ.ે

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં આજે ઠંડી વધવાની સાથે કાંતિલ ઠારનું આક્રમણ થતા લોકો ઠુઠવાયા હતા.

સોમવારની સરખામણીએ આજે ગિરનાર પર્વત પર ઠંડીનો પારો સાંજે નીચે ઉતરીને ૮.પ ડીગ્રીએ સ્‍થિર થયો હતો જેના પરિણામે પર્વતીય વિસ્‍તારમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્‍યુ હતું. જુનાગઢમાં ૧૩.પ ડિગ્રીથી ઠંડી અનુભવાઇ હતી વાતાવરણમાં ૬૪ ટકા ભેજને ઠાકર વધુ કાંતિલ બન્‍યો હતો અઢી કિમીની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતો વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું.

 

કયાં કેટલી ઠંડી

શહેર        લઘુતમ તાપમન

ગિરનાર     ૮.પ ડીગ્રી

અમદાવાદ   ૧૫.૭

અમરેલી     ૧૩.૦

બરોડા       ૧પ.૪

ભાવનગર   ૧૭.૬

ભુજ         ૧પ.૬

દમણ        ૧૭.૬

ડીસા         ૧૪.૫

દીવ         ૧૩.૮

દ્વારકા        ૧૯.૭

ગાંધીનગર   ૧૩.૭

જુનાગઢ     ૧૩.૫

કંડલા        ૧૬.૫

નલિયા      ૧૦.૪

ઓખા        ૨૦.૮

પોરબંદર    ૧૫.૦

રાજકોટ      ૧૪.૮

સુરત        ૧૭.૪

વેરાવળ        ૧૮.૮

(11:40 am IST)