Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભાવનગરના રામપરના ઢાળ પાસે કાર,બાઈક વચ્‍ચે અકસ્‍માતમાં વળદ્ધનું મોત

મોટા સુરકાના વળદ્ધ લગ્ન પ્રસંગે પીપળી જઇ રહ્યા હતા

 ભાવનગર તા.૨૯ : વલભીપુર તાલુકાના રામપર ગામના ઢાળ પાસે કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં સિહોર તાલુકાના મોટા સુરકા ગામના વળદ્ધનું મોત નીપજ્‍યું હતું.

  વિગતો મુજબ સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં રહેતા અરજણભાઈ જેઠાભાઇ પરમાર ( ઉ.વ.૬૨ ) તેમનું મોટરસાઇકલ નં. જી.જે.૦૪ સી.જી.૯૨૬૧ લઈને વલભીપુર તાલુકાના પીપળી ગામમાં લગ્ન -સંગે હાજરી આપવા જઈ રહ્યા હતા ત્‍યારે રામપરના ઢાળ પાસે બાઈક અને કાર નં. જી.જે.૦૧ આર.ઇ. ૪૦૪૮ વચ્‍ચે અકસ્‍માત થતા અરજણભાઈને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ જ્‍યાં તેમનું મોત નીપજ્‍યું હતું.

 આ બનાવ અંગે મળતકના પુત્ર જયદેવસિંહ પરમારે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વલભીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ભુતેશ્વર ગામમાં લગ્ન પ્રસંગે આવેલા પાંચ શખ્‍સોનો યુવાન ઉપર હુમલો

   મહુવા તાલુકાના ભુતેશ્વર ગામમાં મહુવાથી આવેલી જાનને રામદેવપીર મંદિરમાં ઉતારો આપવામાં આવ્‍યો હતો, જેમાં જાનમાં આવેલા નિલેશ સહિતના દેકારો કરી ઉંચાવાજે બોલતા હોય મંદિરના પૂજારી મહેશભાઈ નટુભાઈ નિમાવતે તેમને દેકારો ન કરવાનું કહેતા મુશ્‍કેલાઈ ગયેલા બંને ઈસમો પૂજારી સાથે માથાકૂટ કરતા હોય ગામમાં રહેતા વિપુલભાઈ રમેશભાઈ કટારીયા અને તેના મિત્ર રાજુભાઈ ત્‍યાં દોડી ગયા હતા અને ઝઘડો ન કરવા સમજાવટ કરતા ઉશ્‍કેરાઈ ગયેલા નિલેશ અને અન્‍ય ચાર ઈસમોએ ગાળો આપી હતી અને  નીલેશે લોખંડનો પાઇપ વિપુલભાઈના માથાના ભાગે ફટકાર્યો હતો તેમજ તેની સાથેના અન્‍ય એક શખ્‍સ ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્‍ત વિપુલભાઈને સારવાર આવશે મહુવાની હનુમંત હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

 આ બનાવ અંગે વિપુલભાઈએ નિલેશ અને ૪ અજાણ્‍યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અધેવાડામાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્‍સની ધરપકડ

 ભરતનગર પોલીસ કાફલો ગત રાત્રીના સમયે આધેવાડા ગામ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપથ પાર્ટી પ્‍લોટના પાછળના રસ્‍તા ઉપર દારૂની મહેફિલ માણતા કનુ મંગાભાઈ મેર,સંદીપ વિનોદભાઈ મકવાણા,અજય દિલીપભાઈ મકવાણા અને કળષ્‍ણ વનરાજભાઈ ભીલને ઝડપી લીધા હતા અને ઈંગ્‍લીશ દારૂની બોટલ,મોબાઈલ,એક બાઈક અને સ્‍કૂટર મળી કુલ રૂ.૯૬ હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી હતી.

 દારૂ સાથે મુંબઈના શખ્‍સની ધરપકડ

   ગંગાજળીયા પોલીસ કાફલો વહેલી સવારે કરચલીયાપરા વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કરચલીયાપરામાં આવેલ બંબાખાનાની સામે બરફવાળા ખાંચામાંથઈ મુંબઈના મલાડ વિસ્‍તારમાં રહેતા બીમલ રામગોપાલ અગ્રવાલને ઇંગ્‍લિશ દારૂની ૩૪ બોટલ સાથે ઝડપી લીધો હતો.

 ગંગાજળિયા પોલીસે ઇંગલિશ દારૂ,રોકડા રૂ. ૨૫૦૦ મળી કુલ રૂ. ૨૧,૩૪૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

(11:44 am IST)