Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કુકડા ગામ પાસે કારમાં હેરાફેરી ઝડપાઇઃ ૬૦ હજારના દારૂ સાથે પાંચ ઝડપાયા

વઢવાણ : એલ.સી.બી. ટીમ દ્વારા મુળી પો.સ્ટે. વિસ્તારમાં ચૂંટણી લક્ષી ખાસ પેટ્રોલીંગ હાથ ધરેલ તે દરમ્યાન હકકીત મળેલ કે બાબુભાઇ ખેતાભાઇ પારધી રહે. દીગસર રેલ્વે સ્ટેશન પાસે, તા.મુળી તથા દિવ્યરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇ જનકસિંહ પરમાર રહે. શેખપર તા. મુળી વાળાઓ ભેગા મળી સફેદ કલરની ઇકો ગાડી રજી નં. જીજે-૧૩એએમ-૩૯૫૬ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શેખપર ગામ તરફ જનાર છે. આધારે કુકડા ગામ પાસે તપાસમાં રોકાયેલ હતા તે દરમ્યાન મુળી તરફથી ઉપરોકત વર્ણન વાળી ઇકો ગાડી નીકળતા સદરહું ઇકો ગાડીની તપાસ કરતા ઇકો ગાડીમાંથી ટીન નંગ-૩૧૨ પાઉચ નંગ-૨૮૮ મળી કુલ રૂ. ૬૦,૦૦૦ તથા ઇકો ગાડી કી રૂ. ૩,૦૦,૦૦૦ તથા રોકડા રૂ. ૧૨,૭૧૦ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૨૦,૫૦૦ મળી કુલ રૂ. ૩,૯૩,૨૧૦ ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા (૧) બાબુભાઇ ખેતાભાઇ પારધી રહે. દીગસર રેલ્વે ફાટક પાસે (૨)દીવ્યરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇ જનકસિંહ પરમાર રહે. શેખપર (૩) નરેશભાઇ દેવજીભાઇ પારધી રહે. દીગસર રેલ્વે ફાટક પાસે, (૪) માધવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. શેખપર વાળાઓ પકડાઇ ગયેલ અને મજકુર આરોપીઓની વિદેશી દારૂ બાબતે પુછપરછ કરતા સદરહું વિદેશી દારૂનો જથ્થો યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર રહે. નવાણીયા તા. મુળી વાળા પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ મુળી પો.સ્ટે.માં ગુનો રજી કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી પો.સબ. ઇન્સ. વી.આર.જાડેજા, પો.હેડ કોન્સ. પ્રતાપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇએ રીતેની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સફળ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી કવાલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:45 am IST)