Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ધ્રાંગધ્રામાં બાઇક ચલાવવા બાબતે ઝઘડો થયા બાદ રાત્રિના પાનનો ગલ્લો સળગાવી દેવાયો : ક્ષત્રિય-મુસ્‍લિમોમાં ઘર્ષણ

ચૂંટણી ટાણે જ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ : બન્ને જાતિના વિસ્‍તારોમાં પોલીસ બંદોબસ્‍ત મૂકી દેવાયો : લોકોમાં ભય ફેલાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૯ :  ધ્રાંગધ્રામાં બાઇક ચલાવવા બાબતે ઝઘડો થયા બાદ મોડી રાત્રિના મુસ્‍લિમ શખ્‍સનો પાનનો ગલ્લો કોઇએ સળગાવી મુકતા લોકોમાં ભય ફેલાય ગયો છે. ક્ષત્રિય અને મુસ્‍લિમ સમાજના લોકો વચ્‍ચે બોલાચાલી થયા બાદ આ ઘટના ચૂંટણી ટાણે જ અશાંતિ સર્જવાનો પ્રયાસ થતા બન્ને જાતિના વિસ્‍તારોમાં પોલીસ બંદોબસ્‍ત મુકી દેવાયો છે.

મળતી માહિતી મુજબ ધ્રાંગધા શહેરના સોની તલાવડી વિસ્‍તારમા રહેતા પુથ્‍વીરાજસિહ મંગળસિહ ઝાલા નામના યૂવાન દ્રારા બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થતાં મુસ્‍લીમ પરિવારની મહીલા સહિત ૬ સખ્‍સો દ્રારા ધોકા , પાઈપ ,વડે હુમલો કરતાં પુથ્‍વીરાજસિહ મંગળસિહ ઝાલા, અને અન્‍ય એક મહીલા ધાયલ થતાં તાત્‍કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા ધટનાની જાણ થતાં જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત , સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ , એસ.ઓ.જી સહિત પોલીસ દોડી આવી હતી જ્‍યારે ચૂંટણી ને માત્ર બે દિવસ બાકી છે ત્‍યારે આ ધટના બનતા પોલીસ પણ ચોક્કની બની ગય છે હાલ તો સીટી પોલીસે ફઝલ ફિરોજ પઠાણ , તોસીફ ઉસ્‍માન ભાઈ , મોહશીન ઉસ્‍માન ભાઈ , મોહશીન ઉર્ફે બુજારો હાજીભાઈનો ભાણો, ફેજલની માતા , બેન બનેવી તથા તોસીફની માતા સહિત ની સામે પોલીસે કલમ ૩૦૭ મુજ્‍બ ગુન્‍હો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે ક્ષત્રિય સમાજ ના આગેવાનો, લોકો પણ ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

હાલમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીની કલાકો બાકી રહી છે ત્‍યારે  સામાન્‍ય બાબતોને લઇ અને મોટા ધીંગાણા સુધીના ખેલ પાડી દેવામાં આવ્‍યા છે.  પાનના તપાસ ચલાવી રહી છે. ત્‍યાં જ રાત્રિના સમયે ઋતુરાજ સિનેમા પાસે મુસ્‍લિમ સમાજના ગેલેસી નામના ગલ્લાને મોડી રાત્રીના કોઇ અજાણ્‍યા શખ્‍સોએ સળગાવી અને આગ ચાંપવાનો બનાવ બન્‍યો છે.  ત્‍યારે આજુબાજુના વિસ્‍તારમાં આ માહોલ છવાઈ જવા પામ્‍યો છે.

આ ઘટનાની જાણકારી મળતા તાત્‍કાલિક અસર ધાંગધ્રા પોલીસ તેમજ જિલ્લા ડીવાયએસપી તમે ડીએસપી, એલસીબી શાખા એસઓજી શાખા સહિતના આ ઘટના સ્‍થળ ઉપર પહોંચ્‍યા છે આ ઘટનામાં કેબિન ને કોણે આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે જેના સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવે તેવું હાલમાં જણાવવામાં આવ્‍યું છે ધાંગધ્રામાં મતદાન પહેલા જ અશાંતિ સર્જાય છે અને સોશિયલ મીડિયા ઉપર અનેક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્‍યા છે તાત્‍કાલિક અસરે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક  દ્વારા શાંતિ ડોળાય તે પહેલા પગલાં ભરવા જરૂરી છે  જે લોકોને સામસામા હુમલા બન્‍યા છે જેમાં જે આરોપી તરીકે જે નામ છે તેનો જ ગલ્લો સળગાવવામાં આવ્‍યો હોવાનું હાલમાં ચચા છે.  ધાંગધ્રામાં અશાંતિનો માહોલ સર્જાવા પામ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(11:47 am IST)