Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મુળી પંથકમાં એરંડામાં સંતાડેલ દારૂ પકડાયો

વઢવાણઃ એલ.સી.બી. ટીમ દ્વારા મુળી પો. સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરેલ તે દરમ્યાન હકીકત મળેલ કે યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર રહે. નવાણીયા તા. મુળી વાળાએ નવાણીયા ગામની સીમ, નળીયા રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાવાળા એરંડા વાવેલ ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. રેઇડ કરતા ખેતરમાં વાવેલ એરંડામાં સાહમાં (૧) ટીન નંગ-ર૦૦ (ર) વ્હીસ્કી નાની બોટલ નંગ-૪૮ કી. રૂ. ૪૮૦૦/- તથા (૩) કેશર કસ્તુરી સ્ટ્રાંગ મદીરા બોટલ નંગ-૧ર કી. રૂ. ૩૬૦૦/- મળી કુલ રૂ. ર૮,૪૦૦/- ના મુદામાલ સાથે યુ઼વરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર રહે. નવાણીયા તા. મુળી વાળો હાજર નહીં મળી આવી ગુનો કરેલ હોય તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી તથા તપાસમાં ખુલે તે ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ મુળી પો. સ્ટે.માં ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:46 am IST)